November 21, 2024

ઝગડીયા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ બાબતે આવેદન આપવામાં આવ્યું

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંગણવાડી કર્મચારી બહેનોએ આજે વિવિધ માંગણીઓને લઇને ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપ્યુ હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર તેમજ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને સંબોધીને આપેલ અલગઅલગ આવેદનોમાં કરવામાં આવેલ રજુઆત મુજબ

આંગણવાડી કર્મચારીઓનો પગાર દર મહિને તા.૧ લીથી ૧૦ મી સુધીમાં નિયમિત ચુકવાય, આંગણવાડીમાં વિવિધ ખર્ચના બીલોની સમયસર ચુકવણી થાય, પોષણ સુધા યોજનાના બિલોની પણ નિયમિત ચુકવણી થાય,ગેસના બોટલના બિલો પણ નિયમિતપણે ચુકવાય ઉપરાંત ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓના મકાન ભાડા પણ મકાન માલિકોને સમયસર ચુકવાય જેવી વિવિધ માંગણીઓ આવેદનમાં કરવામાં આવી હતી.


Share to

You may have missed