November 21, 2024

વાલીયા : જયગુરૂદેવ સંગત પઠાર દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી ગુરુ ની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.

Share to

પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયા તાલુકાના પઠાર ગામે જયગુરૂદેવ સંગત પઠાર માં અનુયાયીઓ દ્વારા મથુરા નિવાસી વિશ્વ વિખ્યાત બાબા જયગુરૂદેવજી મહારાજ ની નવમી પુણ્યતિથિ નિમિતે ભૂખ્યા ને ભોજન માટે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી ના લીધે મથુરા આશ્રમ પર ૧૮ મી મે નો બાબા જયગુરૂદેવ મહારાજ નો વાર્ષિક ભંડારો સ્થગિત કરવામાં આવ્યો હતો . જે થી જયગુરૂદેવ પંથ ના અનુયાયી ઓ એ પોતાના ના જ વિસ્તાર માં ભૂક્યાઓ ને ભોજન ખવડાવી પોતાના ગુરુમહારાજ ની પુણ્યતિથિ ની ઉજવણી કરી હતી.

જયગુરુદેવ સંગત પઠાર ના પ્રમુખ રાકેશભાઈ દેશમુખે જણાવ્યું કે હાલ ગુજરાતમાં syclone ના કારણે પવન તેમજ વરસાદ ની પરિસ્થિતિ સર્જાઈ હતી તો છતાં પણ અનુયાયીઓ ના ઊંચા મનોબળ સામે કુદરતે પણ ફાળો આપી કોઈ પણ વિઘ્ન વિના સેવાના કામ માં જયગુરૂદેવ પંથ ના અનુયાયીઓ ને સાથ આપ્યો હોય તેમ જણાય રહ્યું છે.

બાબા જયગુરૂદેવ જી મહારાજ નો આશ્રમ મથુરા ખાતે આવેલ છે તેઓએ ૧૧૬ વર્ષ ની ઉંમર સુધી શાકાહાર નો પ્રચાર કર્યો અને એક સારા સમાજ ની રચના માટે અથક પરિશ્રમ કર્યો હતો જેથી તેઓના અનુયાયીઓ દેશ વિદેશ સુધી જોવા મળે છે. તેઓ એ ૧૮ મી મે ૨૦૧૨ ના રોજ દેહ ત્યાગ કર્યો હતો જેથી તેઓના સેવકો આ ૧૮ મી મે ના દિવસે વાર્ષિક ભંડારો ઉજવી તેઓના વચનો યાદ કરે છે.

રિપોર્ટર,સતિષ દેશમુખ, વાલીયા


Share to

You may have missed