*ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પર ભૂવો પડતાં તાત્કાલિક રોડની મરામત કરી માર્ગને પૂર્વવત કરાયો*
Share to
ભરૂચ- બુધવાર- ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે ગોલ્ડન હોમ્સની સામે ભારે વરસાદને કારણે માર્ગની સાઈડ પર ભૂવો પડ્યો હતો. માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં જ યુધ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી રોડને પૂર્વવત કરાયો હતો.