ઝઘડિયા તાલુકા અને ભરૂચ જિલ્લા એસોસિયેશનના વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર રાજ્ય કક્ષાએ એસોસિયેશનના સંગઠન મંત્રી નિમાયા…

Share to

ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિયેશનની કારોબારીમાં ઝઘડિયાના સંચાલકનો સમાવેશ

પ્રતિનિધિ /-સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રહીશ નરેન્દ્રસિંહ પરમારની ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિયેશન ની કારોબારીમાં સંગઠન મંત્રી તરીકે વરણી થઇ હતી. આ અંગે મળતી વિગતો મુજબ તાજેતરમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિયેશનની ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં એસોસિયેશનના નવા હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી,જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેના સસ્તા અનાજની દુકાનના સંચાલક નરેન્દ્રસિંહ પરમારની એસોસિયેશનમાં સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ફેર પ્રાઇસ એસોસિયેશન રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના હક્કો માટે જાગૃત રહીને તેમના માટે લડત આપતું હોય છે.

એસોસિયેશનમાં સંગઠન મંત્રીના હોદ્દા માટે પસંદગી પામેલ ઝઘડિયાના દુકાન સંચાલક નરેન્દ્રસિંહ પરમાર હાલ ફેર પ્રાઇસ એસોસિયેશનના ઝઘડિયા તાલુકા સંગઠનમાં પ્રમુખ ઉપરાંત ભરૂચ જિલ્લાના સંગઠનમાં પણ પ્રમુખ તરીકે હોદ્દા ધરાવે છે. તેમની સરાહનીય કામગીરીને લઇને એસોસિયેશન દ્વારા તેમને રાજ્ય સ્તરના સંગઠનમાં સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની આ નિમણૂંકને લઇને ઝઘડિયા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા,જ્યારે એસોસિયેશનમાં નવ નિયુકત સંગઠન મંત્રી તરીકેનું પદ મેળવનાર નરેન્દ્રસિંહ પરમારે એસોસિયેશન દ્વારા સંગઠનની કારોબારીમાં સ્થાન આપવા બદલ એસોસિયેશનનો આભાર માનીને તેઓ એસોસિયેશને તેમનામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરશે એવી લાગણી વ્યક્ત કરી હતી.


Share to