November 22, 2024

*કુદરતી આફતો સામે નાગરિકોની સલામતી માટે ભરૂચ જિલ્લા તંત્ર સતર્ક બન્યું*

Share to

*અંકલેશ્વર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ૦૮ વ્યકિતઓનું સ્થળાંતર કરાયું*

ભરૂચ- બુધવાર- જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર વધ્યું છે. અંકલેશ્વર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું લેવલ વધવાના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં પાણી ભરાતા આસપાસ રેહતા લોકોને અંકલેશ્વર નગરપાલિકાએ શિફટિંગની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં કોઈને જાનહાનિ થયેલ નથી. ૦૮ લોકોને શારદાભવન ખાતે સહી સલામત રીતે નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે.


Share to