.માંડવી તાલુકાના સાલૈયા ગામ ખાતે ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામા ભવ્ય ચિંતન પર્વ યોજાયો…………,.,………ઘડતરના અભાવથી જીવન પડતર થઇ જાય છે : ડૉ મતાઉદ્દીન ચિશ્તી.

Share to




.*રિપોર્ટર… નિકુંજ ચૌધરી.*

દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓની મુલાકાતના પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો, ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ  હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – અનુગામી આદરણીય ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ચિંતન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મૌન પાળી ને કરવામાં આવેલ હતી,  શાબ્દિક સ્વાગત ડો. રાયસીંગભાઈ ચૌધરીએ કરેલ સાલૈયાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરેલ હતું.
અન્ય મેહમાનોનુ પુષ્પથી સ્વાગત તથા  ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું શાલ ઓઢાડી સન્માન કર્યા  બાદ ધોરણ ૧૦ અને ૧૨ના બાળકોનુ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરાયું હતું. આ ગાદી સાથે 50 થી વધારે વર્ષ થી સંકળાયેલા અનુયાયી ઓનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુ.
ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાની  આગવી શૈલીમાં આદ્યાત્મિકતા તેમજ જીવન ઉપયોગી બાબતોમા ચિંતન અને ગુણવત્તા સભર શિક્ષણ ઉપર ખાસ ભાર મુકેલ હતો, તેઓએ બીજનુ છોડ બનવાના ઉદાહરણ આપી ઉત્તરાધિકારી કેવા હોવો જોઈએ તેની ખુબ સુંદર સમજ આપી હતી,  જણાવેલકે શિક્ષણ પણ એક સંસ્કાર છે, આપણે ભેગા મળીને કાર્ય કરવાનું છે,  ઘેર ઘેર સંસ્કાર ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે ચિંતન કરીશું, આપણે જીવનમાં યોગ્ય માણસ કઇ રીતે બની શકીએ એ બાબતે ચિંતન કરવું જરૂરી છે, જ્યાં ચિંતન – મનન હશે, ત્યાં વિચારોનું હનન થશે નહી, જીવનમાં મા બાપનું કહ્યું કરવું જોઈએ, મા બાપનું દિલ ના દુખાવો, જીવનમાં પોતાના મનમાંથી નકારાત્મકતા કાઢે તેનું નામ જ ચિંતન, આપણે પોતાપણાને ભાવ છોડવા માટે પ્રયાસ નથી કરતા, જેથી આપણાપણાનો ભાવ સ્થાપિત થઇ શકતો નથી, વિવિધ ઉદાહરણ અને કાવ્ય દ્વારા ખૂબ જ સુંદર સમજૂતી આપી જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધી હતી, આ ઉત્સવમાં હજારોની સંખ્યામા લોકો હાજર રહ્યા હતા,


Share to

You may have missed