આજ રોજ નેત્રંગ પોલિશ પોલિશ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતાં તે દરમ્યાન ચોકસશ બાતમી મળેલ કે, ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરની ઇક્કો ગાડી જેનો નંબર GJ.22.H.2613માં બે ઇસમો દરવાજાના ફાળીયામાં તથા બોનેટમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવે છે અને રાજપારડી તરફ જનાર છે જેની આગળ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો નંબર- GJ.26.E.9641 ઉપર એક ઇસમ પાયલોટીંગમાં છે ” તેવી ચોકસ બાતમી આધારે નેત્રંગ પોલિશસ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની સફેદ કલરની ઇક્કો ગાડી તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ ગાડી નેત્રંગ રોડ તરફથી આવતા
તુરંત ટ્રક, આઈસર વિગેરે વાહનનો વડે હળવી ટ્રાફિક કરી ઇક્કો ગાડી તથા મોટર સાયકલને કોર્ડન કરી ત્રણ આરોપીઓ સહીત પકડી લીધા હતા , જેમાં ઇક્કો ગાડીનાં સાઇડ ઉપરનાં તમામ દરવાજાના ફાળિયા તથા બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ એલ ની ROYL BLUE MOLT WHISKY કુલ બોટલ નંગ-૬૨૪ જેની કિંમત રૂપિયા ૬૨,૪૦૦/- તથા ઇક્કો ગાડી જેની કિંમત રૂપિયા ૪, લાખ તથા મોટર સાયકલ નંગ-૧ જેની કિંમત રૂપિયા ૩૦, હજાર
તથા આરોપીઓનાં અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૩ જેની કિંમત રૂપિયા ૧૫, હજાર મળી કુલ્લે ૫,૦૭,૪૦૦ /- નાં મુદ્દામાલ સાથે આરોપી પ્રવિણ ધીરસીંગ વસાવા રહે પાટ નિશાળ ફળિયુ, તા.સાગબારા, અજય જયસીંગ વસાવા રહે.ટાવલ નિશાળ ફળિયુ, તા.સાગબારા તથા નિકુંજ કેશવ વસાવા રહે.ટાવલ નિશાળ ફળિયુ, તા.સાગબારા ને ઝડપી તેઓ નાં વિરૂધ્ધમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ કરી વધુ તપાસ નેત્રંગ પોલિશ કરશે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.