November 30, 2024

.*ઉમરપાડાની આદિવાસી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખા વસાવાની વૈશ્વિક સિદ્ધિ: કજાકિસ્તાનમાં ગોલ્ડ-સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું**

Share to

.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામની આદિવાસી મહિલા પોલીસ કર્મી રેખા વસાવાએ કજાકિસ્તાનમાં આયોજિત 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારત અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું.

તાજેતરમાં પૂર્વ કઝાકિસ્તાન ક્ષેત્રની રમત વેટરન્સ કાઉન્સિલ અને PA પૂર્વ કઝાકિસ્તાન સ્ટ્રેન્થલિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઝેકપે ઝેક પેલેસ, ઉસ્ટ-કેમેનોગોર્સ્ક, કઝાકિસ્તાન ખાતે આ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના બલાલ કુવા ગામના એક આદિવાસી પરિવારમાં જન્મેલી રેખાબેન દિલીપભાઈ વસાવાએ વેઇટ કેટેગરી 80+1માં -ટુ હેન્ડલ કરલ 65 કિલો ગ્રામ અને ટોટલ 300 કિલોમાં ગોલ્ડ મેડલ અને બેચમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વિશ્વ કક્ષાએ રેકોર્ડ તોડ્યો.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહેલોતે રેખાબેન વસાવાને અભિનંદન પાઠવ્યા અને Gujarat પોલીસનું ગૌરવ વધારતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.


Share to

You may have missed