September 7, 2024

જુનાગઢ પોલીસની સંવેદના પૂર્ણ કાર્યવાહી ગાંધી ચોક થી સવિતાબેન મકવાણાનો માનસિક અસ્વસ્થ ૧૫ વર્ષીય પુત્ર ગુમ થતા જુનાગઢ પોલીસે તાત્કાલિક કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના કેમેરાની મદદથી  શોધી પરીવાર સાથે મીલન કરાવ્યું

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર સવિતાબેન રમેશભાઇ મકવાણા પોરબંદરના વતની હોય અને પોતાના પુત્ર સાથે જૂનાગઢ આવેલ હોય અરજદાર પોતાના પુત્રને ગાંધીચોક પાસે બેસાડી પાસેની દુકાનેથી સામાન લેવા ગયેલ હોય પરંતુ જ્યારે તે સામાન લઇને પરત ફરે છે ત્યારે તેમનો ૧૫ વર્ષીય પુત્ર ત્યા બેસેલો જોવા મળેલ નહિ અરજદારે આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ તેમનો પુત્ર મળી આવેલ નહી તેમજ તેમનો પુત્ર માનસીક રીતે અસ્વસ્થ હોય* જેથી અરજદાર અને તેમનો પરીવાર ખૂબ ગભરાઇ ગયેલ તેમનો પુત્ર ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવી ચિંતામાં તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હેડ.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. પાયલબેન વકાતર, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો ૧૫ વર્ષીય પુત્ર ચિત્તાખાના ચોક તરફ જતો જોવા મળેલ. જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારના પુત્ર કોર્ટ ક્રોસ થઇ રેલ્વે સ્ટેશન પાસે જતા જોવા મળેલ છે. જે આધારે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ રેલ્વે સ્ટેશન આજુબાજુ તપાસ કરતા અરજદારનો ૧૫ વર્ષીય પુત્ર ત્યાં સહી સલામત મળી આવતા અરજદાર અને તેમના પરીવારએ રાહતનો શ્વાસ લીધો હતો.*_

નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારનો સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી અરજદારના ૧૫ વર્ષીય પુત્રને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ, નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા પોતાના પુત્રને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અરજદાર દ્રારા નેત્રમ શાખા પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને સહી સલામત શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed