ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા કોઇને કહ્યા વિના ઘરેથી જતી રહેતા પોલીસ ફરિયાદ…

Share to

સગીરા તેની જાતે ક્યાંક ચાલી ગઇ કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરી ગયો હોવા બાબતે ઘેરાતું રહસ્ય..!

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૫ વર્ષીય સગીરા કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૩ મીના રોજ સગીરાના માતાપિતા ખેતરે ગયા હતા,અને સગીરાના દાદી પણ તેમના રોજિંદા કામે ગયા હતા. ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના સમયે સગીરાના પિતાને જાણ થઇ હતી કે તેમની દિકરી કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી.

ત્યારબાદ સગીરાના પરિવારજનોએ સગા સંબંધીઓને ત્યાં તેમજ અન્ય સ્થળોએ તેને શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી.

સગીરા તેની મેળે કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી જતી રહી હતી કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરીને લઇ ગયો હોવા બાબતે રહસ્ય સર્જાયું હતું. ઘટના સંદર્ભે સગીરાના પિતાએ પોતાની દિકરી ઘરેથી ક્યાંક જતી રહેલ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ બાબતે કાયદેસર તપાસ હાથ ધરી હતી.


Share to