November 19, 2024

GPCB દ્વારા આયોજિત લોક સુનાવણીમાં કંપનીમાંથી ઉડતા વાયુ પ્રદુષણ અને અવાજ પ્રદૂષણના મુદ્દા તથા સીએસઆરની કામગીરી બાબતે અસર કરતા ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યા….

Share to

ઝઘડિયા જીઆઇડીસીની ફ્લો મેટાલિક કંપનીની ફેરકાસ્ટિંગ ઉત્પાદનોની સુવિધાના પ્રસ્તાવિત વિસ્તરણ માટેનો લોક સુનાવણી યોજાઇ હતી.

“””કંપનીઓ દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ બનાવવાતા સૌચાલયો બાબતે એક ગામમાં ૪૦ થી ૫૦ જેટલા શૌચાલય બનાવવામાં આવે છે જ્યારે બીજા બાકી રહી જાય છે “”””

ઝઘડિયા જીઆઇડીસીમાં વાયુ પ્રદુષણનો મોટો પ્રશ્ન…

ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૮૨૪ માં કાર્યરત ફ્લોમેટાલીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા તેના ફેરકાસ્ટિંગ ઉત્પાદનોની સુવિધાના પ્રસ્તાવિત વિસ્તરણ માટે આજરોજ ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ૬૨ જેટલા ગ્રામ પંચાયતોના ગ્રામજનો આગેવાનોને ઉપસ્થિત રહેવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. આ લોક સુનાવણીમાં સ્થાનિક રોજગારોના પ્રશ્ન તથા નવા વિસ્તૃતિકરણ થયેલ પ્લાન્ટમાં સ્થાનિકોને કેટલી રોજગારી મળશે તે બાબતે તથા કંપની દ્વારા કરવામાં આવતી સીએસઆરની એક્ટિવિટીમાં સૌચાલયો બાબતે સ્થાનિક ગામમાં આગેવાનો સાથે સમસ્યા થતી હોવાના પ્રશ્ન બાબતે ચર્ચા થઈ હતી,

“”કેટલા પત્રકારો,સામાજિક કાર્યકર્તા,આગેવાનો થતા પ્રકૃતિ પ્રેમીઓ ને લોકસુનાવણી ના કાર્યક્રમ ની જાણ ના કરતા લોકો મા છૂપો રોષ જોવા મળ્યો “”

આ ઉપરાંત ઝઘડિયા જીઆઇડીસીમાં વાયુ પ્રદુષણનો મોટો પ્રશ્ન હોય તે બાબતે પણ કંપની સંચાલકો અને જીપીસીબી સામે પ્રશ્નો પૂછાયા હતા. સીએસઆર એક્ટિવિટી હેઠળ બનાવવાતા સૌચાલયો બાબતે એક ગામમાં ૪૦ થી ૫૦ જેટલા શૌચાલય બનાવવામાં આવે છે જ્યારે બાકી રહી ગયેલા લાભાર્થીઓને તેનો લાભ નહીં મળતા સરપંચ સાથે આ બાબતે ઝઘડાઓ થતા હોવાનો સુર પણ ઉઠવા પામ્યો હતો. રંદેરી ગામના એક નાગરિકે કંપનીમાં ઉત્પાદન સમયે ડસ્ટ ઊડીને તેમના ઘરોના છાપરા ઉપર પડે છે તે બાબતે પણ નારાજગી દર્શાવી કંપનીને તે બાબતે પગલાં ભરવા જણાવ્યું હતું. ઉપરાંત કંપનીમાંથી ૨૪ કલાક ખૂબ અવાજનું પ્રદૂષણ થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનોદભાઈ વસાવાએ તેમની પંચાયતમાં કંપની દ્વારા કેટલા અને કયા કયા સીએસઆર હેઠળ કામો કર્યા છે તે બાબતે પ્રશ્ન પૂછ્યો હતો તથા યોજાયેલી લોક સુનાવણીમાં જે લોકોને સુનાવણીમાં ઉપસ્થિત રહેવા માટે જણાવાયું હતું તેમને કંપની બાબતે કે તેના ઉત્પાદન બાબતે કોઈ જ જાણકારી ન હોય તેવા સંજોગોમાં કંપની દ્વારા જે તે ગ્રામ પંચાયત નાગરિક તથા સંસ્થાઓને કંપની બાબતે પહેલા જાણકારી આપવામાં આવે, શું ઉત્પાદન કરે છે તે જણાવવામાં આવે અને આવનારા નવા પ્રોજેક્ટ દરમિયાન શું શું સમસ્યાઓ અને તેના નિરાકરણો બાબતે અવગત કરવામાં આવે તેવી પણ ચર્ચા થઈ હતી. ઉપસ્થિત ગ્રામજનોએ જીઆઇડીસી ની આજુબાજુના ગામોના ભૂગર્ભ જળ પણ બગડી રહ્યા હોય તે બાબતે આવનારા દિવસોમાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થવાની છે તેવી ચિંતા જીપીસીબી ના અધિકારી સમક્ષ વ્યક્ત કરી હતી.


Share to

You may have missed