September 7, 2024

ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી રાજીનામાં આપ્યા હોવાનો પત્ર વાયરલ…

Share to

વાયરલ પત્ર મા બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા જુના કાર્યકરો ની અવગણના કરવામા આવતી હોવાની કાર્યકરો ની બુમ..

રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં જુના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે

ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપાના પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મંત્રી સંગઠન ઉપપ્રમુખ સંગઠન મંત્રી મહામંત્રી મહિલા મોરચા મંત્રી મહિલા મોરચા મંત્રી યુવા મોરચા કોસા અધ્યક્ષ યુવા મોરચા મહામંત્રી આદિજાતિ મોરચા મંત્રી આદિજાતિ મોરચા મહામંત્રી કિસાન મોરચા ઉપપ્રમુખ યુવા મોરચા યુવા મોરચા મહામંત્રી સહિતના કાર્યકરોએ રાજીનામાં ધર્યા નો પત્ર વાયરલ થયો.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય આદિજાતિ મોરચાના પ્રકાશ કે વસાવા નામના કાર્યકરના લેટર હેડ પર એક પત્ર વાયરલ થયો છે, જેમાં વાલીયા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં ભાજપના જુના કાર્યકર્તાઓને બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા અવગણના કરવા બાબત વીસ જેટલા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામાં આપ્યાં હોવાનો પત્ર વાયરલ થયો છે. વાયરલ થયેલ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે વાલીયા ઝઘડિયા નેત્રંગ તાલુકાના જે જુના ભાજપના કાર્યકર્તાઓ જેઓ એ પેજ પ્રમુખથી માંડીને સંગઠન કેમ મજબૂત કરવું તે રીતની ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, જેના કારણે ત્રણેય તાલુકામાં બીજેપીની તાલુકા પંચાયત બનેલ છે અને ભાજપના વિચારધારાના સરપંચો ચૂંટાયા છે, આ વાતાવરણ જોઈને બીટીપી ના પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઇ વસાવા ભાજપમાં જોડાયેલા અને રિતેશભાઈ વસાવાને બીજેપી માંથી વિધાનસભાની ટિકિટ પણ મળી ગઈ, ભાજપની વિચારધારા ધરાવતા જૂના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને બીજેપી માંથી જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાને જીતાડ્યા પણ ત્યાર પછી પ્રકાશભાઈ દેસાઈ અને ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે. વિકાસના કામો હોય કે પછી રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં જુના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે. તાલુકા પંચાયત અને વિધાનસભામાં જેમણે ભાજપ વિરોધી કામ કર્યું છે તેવા લોકોને સમર્થન અને તેમના કામો કરી રહ્યા છે અને ધંધાકીય બાબતમાં પણ બીટીપીના મોટા માથાઓને સમર્થન કરી આપણા ભાજપના કાર્યકરાઓને જાણી જોઈને નુકસાન કરી રહ્યા છે,

તેમના આવા બધા કામો જોઈને ભાજપના જૂના કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે અને નારાજગીના કારણે બીટીપી માંથી આવેલા કાર્યકર્તાઓ જોડે ભાજપના જૂના કાર્યકર્તાઓ સાથે અવારનવાર ઝઘડો પણ થાય છે. તાજેતરમાં તા.૧.૭.૨૩ ના રોજ વાલીયા તાલુકાના કરસાડ ગામે બીટીપીના માજી સરપંચ સાથે ભાજપના સરપંચના પુત્ર અને હાલના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય પ્રકાશ વસાવા જવાબદારી નિભાવે છે, તો પણ બીટીપીના માજી સરપંચે વાલિયાના પીઆઈને કહીને ખોટી ફરિયાદ ધારાસભ્યના કહેવાથી કરાવેલ છે, આવી ઘટનાઓ અનેક વાર વાલીયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં બને છે. પ્રકાશભાઈ દેસાઈ અને ધારાસભ્ય રિતેશભાઈ વસાવા ભાજપના જૂના કાર્યકર્તાઓને દબાવવા એમની સાથે બીટીપી માંથી આવેલા લોકોને સમર્થન કરેલ છે જેઓ એ વિધાનસભામાં પણ ભાજપ વિરુદ્ધ કામગીરી કરી હતી. આજે પણ એમની વિચારધારા બીટીપીની છે અને કરસાડ ગામનો જે બનાવ બન્યો એનાથી અમે સખત નારાજ થઈને ભાજપમાંથી રાજીનામું આપીએ છીએ, તેમ કહી ભાજપ સંગઠનના હોદ્દેદારો જેમાં પ્રદેશ આદિજાતિ મોરચો કારોબારી સભ્ય, જિલ્લા સંગઠન મંત્રી, સંગઠન ઉપપ્રમુખ, સંગઠન મંત્રી, મહામંત્રી મહિલા મોરચા, મંત્રી મહિલા મોરચા, મંત્રી યુવા મોરચા, અધ્યક્ષ યુવા મોરચા, મહામંત્રી આદીજાતિ મોરચા, મંત્રી આદિજાતિ મોરચા, મહામંત્રી કિસાન મોરચા, ઉપપ્રમુખ યુવા મોરચા અને યુવા મોરચા મહામંત્રી જેવા વીસ જેટલા હોદ્દેદારોએ સીઆર પાટીલને સંબોધીને લખેલા પત્રમાં પોતાના રાજીનામા ધર્યા હોવાની વાત કહેલો પત્ર વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પત્ર ક્યારેય લખાયો હોય તેની કોઈ તારીખ પત્રના પેજ પર લખવામાં આવી નથી પરંતુ પત્રમાં ગત તા.૧.૭.૨૩ નો બનાવની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ચાલુ સપ્તાહે જ આ પત્ર સીઆર પાટીલને લખાયો હોવાનું ફલિત થઈ રહ્યું હોંઈ તેમ લોક ચર્ચાઓ થઈ રહી છે…

નોંધ ::વાયરલ પત્ર હોવાથી આની પુષ્ટિ અમારી ચેનલ નથી કરી રહ્યી..


Share to

You may have missed