November 21, 2024

માંડવી નગરપાલિકા ખાતે આશરે 30 લાખના ખર્ચે બનેલા રોડ અને પુલીયા નું એકજ વરસાદ ધોવાણ થતા. માંડવી શહેર કોંગ્રેસ દ્વારા હલા બોલ કરી લેખિત માં ફરિયાદ કરવામાં આવી

Share to

વિશ્વમાં વિકાસથી વખણાતું ભારત તેમાં સમાવિષ્ટ માંડવી તાલુકો તેમાં ભાજપી પ્રશાસકો દ્વારા વિકાસ ના નામે લાખો રૂપિયાનું કૌભાંડ..ઈ – ટેકનોલોજી હાઈફાઈ અને અધતન વ્યવસ્થા ધરાવતી માંડવી નગરપાલિકામાંડવી નગર પાલીકામાં વિકાસ ના કામો કરવા આવેલ એજન્સીઓ ૧. બ્રિજેશ પટેલ નામની એજન્સી તથા રજનીકાંત પટેલ નામની આમ બંને એજન્સીઓના ટેન્ડર પાસ થતા, માંડવી નગર પાલીકાના મત વિસ્તાર વોર્ડ નં.૦૧ ટેલીફોન એક્ષચેન્જ પાસેના બે . ગરનાળા બનાવવાનુ કામ બ્રિજેશ પટેલ નાઓની એજન્સી ધ્વારા આશરે ૭ માસ અગાઉ ગરનાળા બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ એજન્સી ધ્વારા તદન હલ્કી કક્ષાનું ગુણવત્તા વગરનુ મટીરીયલ વાપરીને પ્લાન એસ્ટીમેટની વિરૂધ્ધ કામગીરી કરી કામગીરીમાં ગેરરીતિ આચારી છે.અને ખરાબ કામગીરીની જાણ મે.માંડવી નગર પાલીકાના વિપક્ષ સભ્ય તરીકે વખતો વખત મૈાખીક રજુઆત, પાલીકા ક્ચેરીમાં કરેલ હતી. પરંતુ વિપક્ષની આ ગંભીર રજુઆત પર કોઈ ધ્યાન આપવામાં આવ્યુ ન હતુ અને બ્રિજેશ પટેલ નામની ગરનાળા બનાવવાની એજન્સીએ એમની મરજી મુજબનુ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને તકલાદી કામ કરીને ભ્રષ્ટાચાર કરેલ છે. જે ગરનાળા બનાવવા માટે સરકારશ્રીની યુ.ડી.પી.૮૮ યોજના હેઠળની ગ્રાંટ માંથી અંદાજીત રૂા. ૧૪.૭૮ લાખ ( 14 લાખ 68 હજાર) માંથી અમારી જાણકારી મુજબ રનીંગ બીલ પેટે ૧૧–૦૦ લાખ(અગિયાર લાખ) નુ ચુકવણું કરવામાં આવેલ છે. આમ આ એજન્સી એ સરકારી નાંણાનો વેડફાટ કરેલ છે, જેથી એમની સામે કાયદેસર તપાસ કરીને નાંણા વસુલ લેવા કાર્યવાહી કરવી અને બીજી ડામર રોડ બનવવા વાળી એજન્સી રજનીકાંત કન્ટ્રક્શન જેણે બનાવેલ રસ્તો હલકી ગુણવત્તાના કારણે તેમજ ગરનાળુ તૂટી જવાના અભાવે રસ્તો પણ તૂટી જવા પામેલ છે.
જેથી બંને એજન્સીઓ સામે તેમજ માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર વિરોધ ગુજરાતના મુખ્યમંત્રી શૉ કોઝ નોટિસ પાઠવી. કડકમાં કડક કાર્યવાહી કરે. તેમજ બંને એજન્સીઓને બ્લેકલિસ્ટ માં જાહેર કરે.એવી લોકો માંગ ઉઠવા પામી છેરિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed