November 21, 2024

જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

Share to

જુનાગઢ ના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બરવાળા ખાતે તારીખ 06-09-2024 ના રોજ Tally accounting software અને GST income tax તથા tax planning કોર્સ અંતર્ગત એક ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં જૂનાગઢની પ્રતિષ્ઠિત સંસ્થા Tanna Accounts private limited ના ફાઉન્ડર અને ડીરેક્ટર શ્રી જયંતભાઈ તન્નાએ વિદ્યાર્થીઓને Tally Accounting Software ની વિસ્તૃત માહિતી આપી હતી.GST કયા કયા પ્રકારના હોય છે? કઈ વસ્તુનો કેટલો ટેક્સ ભરવો પડે? વગેરે જેવી બાબતોની તેમણે ઉદાહરણ સહિત માહિતી આપી હતી. આ ઉપરાંત એકાઉન્ટિંગ ક્ષેત્રે રહેલી રોજગારીની ઉત્તમ તકો વિશે પણ જાણકારી આપી હતી. નાના અને મધ્યમ કદના વ્યવસાયોમાં ભારત અને વિદેશમાં એકાઉન્ટન્ટની અછત અને રોજગારીની અમૂલ્ય તકોને ઝડપી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનાં ઉત્તર રસાળ શૈલીમાં આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય શ્રી ડૉ.આર.જી. ભુવા સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રો.ડૉ.નીતિનકુમાર ગામીત સરે સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન કર્યું હતું. સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને રોજગારીની તકવાળા ક્ષેત્ર તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed