October 12, 2024

જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા

Share to

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના નાઓ દ્રારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેશ ધાધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે. વીસ્તારમા લુટ, ચોરી, ચીલઝડપના બનાવો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સા તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ જે.આર.વાઝાને સુચના આપેલ જે અનુસંધાને એ.ડીવી. પો.સ્ટે. માં ધ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ની કલમ ૩ મુજબનો ગુન્હો તા.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ રજી. થયેલ જેમાં આ કામેના આરોપીઓ દ્વારા જુનાગઢ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર હોલની બારીના સેકશનમા જોડેલા કાચ તોડી નાખી અંદાજીત રૂપીયા ૪,૦૦૦/-નુ નુકશાન કરી તેમજ બારીઓના એલ્યુમીનીયમની સેકશન જેની અંદાજીત કીમત રૂપીયા ૬,૦૦૦/- ની ચોરી કરેલ હોય અને સદરહુ ગુનો અનડીટેકટ હોય.

જેથી એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સા.એ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ ગુન્હા નિવારણ પો.સ્ટાફના માણસોને ગુન્હાના આરોપી શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ.ઈન્સ જે.આર.વાઝા તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કોન્સ કલ્પેશભાઈ ગેલાભાઈ નાઓએ ટેકનીકલ સોર્સ તથા બાતમીદારો મારફતે તપાસ કરી કરાવતા આ કામે સંડોવાયેલ આરોપીઓને ગુન્હામાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડેલ.

(૧) પકડાયેલ આરોપી ૧) રવીભાઇ હીરાભાઇ કટારીયા .જુનાગઢ કડીયાવાડ, સાવરાની બીલ્ડીંગ(૨) નજીર હશનભાઇ હિંગરોજા જુનાગઢ દાતાર રોડ, ફોરેસ્ટ ગેટ પાસે (૨) આરોપી પાસેથી મળી આવેલ મુદામાલ-બારીઓની એલ્યુમીનીયમની સેકશન જેની અંદાજીત કીમત ૬,૦૦૦/-

આ કામગીરી “એ”ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સાહેબની સુચના મુજબ પો.સબ.ઈન્સ જે આર.વાઝા તથા પો.સબ.ઈન્સ વી.એલ.લખધીર તથા પો.હેડ.કોન્સ કે.જે.ડાભી તથાપો કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા પો કોન્સ વીક્રમભાઇ પરમાર તથા પો.કોન્સ જીગ્નેશભાઇ શુકલ
તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઇ કરમટા તથા સાજીદખાન બેલીમ તથા નરેન્દ્રભાઇ બાલસ
તથા જુવાનભાઇ લાખણોત્રા તથા પો.કોન્સ.નીલેષભાઇ રાતીયા તથા પો.કોન્સ. જીગ્નેશભાઇ બકોત્રા
એ રીતેના પોલીસ સ્ટાફ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to