October 2, 2024

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર.     ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો  ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.

Share to

નેત્રંગ. તા.૦૬-૦૯-૨૪

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર,કે,દેસાઇ ,જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ તેમજ સ્ટાફ આગામી દિવસોમા ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોય, જેને લઈ ને નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા,૫મીને ગુરૂવાર ના. રોજ પોહીબીશન,જુગાર અંગેની વોચ તપાસમા હતા, તે સમયે ચોક્કસ બાતમીદાર થી બાતમી મળેલ કે નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામ તરફથી એક ફોરવ્હીલ ઇકો ગાડીમા વિદેશી દારૂનો જથ્થો ભરી નેત્રંગ તરફ આવી રહેલ છે.જે બાતમી આધારે બપોર ના એક થી બે ના સમય ગાળા દરમિયાન નેત્રંગ ડેડીયાપાડા રોડ પર ચંદ્રવાણ ગામના પાટીયા પાસે વોચ ગોઠવતા સામરપાડા તરફ થી આવી રહેલ ઇકો ગાડી નંબર જીજે ૧૬ ડીસી ૯૭૪૪ ના ચાલકને ઇકો ગાડી સાઇડ પર ઉભી રખાવી તપાસ હાથ ધરતા ઇકો ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર મળી કુલ્લે ૪૩૯ બોટલ જેની કિંમત રૂપિયા ૪૩,૯૦૦/= ઇકો ગાડીની કિંમત ૩,૦૦,૦૦૦/= મોબાઇલ એક નંગ કિંમત રૂપિયા ૫૦૦૦/= મળી કુલ્લે ૩,૪૮,૯૦૦/= મુદામાલ સાથે ચાલક રાજેશ નટવર પરસોતમ વસાવા રહે,મંદિર ફળીયુ હરીપરા તા,ઝધડીયા ઝડપી લીધો હતો, જ્યારે નેત્રંગ – રાજપારડી રોડ પર આવેલ નવીવસાહત નેત્રંગ ખાતે રહેતો બુટલેગર મોહન કિશન વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને તેમજ વિદેશી દારૂ આપનાર બુટલેગર ને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed