November 19, 2024

ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની હદમાં આવેલ સિલિકા પ્લાન્ટની લોખંડના કન્ટેનર ઓફિસ સળગાવી દેવામાં આવી.

Share to

ધંધાની હરીફાઈમાં કોઈ વિઘ્ન સંતોષીઓ દ્વારા કન્ટેનર ઓફિસનું તાળું તોડી અંદરની ઓફિસ સળગાવી દેતા માલિકને લાખોમાં નુકસાન પહોંચ્યું…

ઝઘડિયા ખાતે રહેતા નેહલભાઈ જેન્તીભાઈ પટેલ તાલુકાના રતનપુર ગામના સર્વે નંબર ૨૮૭ વાળા પ્લોટ નંબર ૭ વાળી જગ્યામાં જમીન ભાડે રાખી નવરંગ સિલિકાના નામે વ્યવસાય કરે છે. નેહલભાઈએ તેમની ભાડા વાળી જગ્યામાં ઓફિસ કામ કરવા માટે એક લોખંડના કન્ટેનરની ઓફિસ ત્યાં મૂકી હતી.

ગત તા.૧.૬.૨૩ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી નેહલભાઈ તેમની ઓફિસ ખાતે હાજર હતા અને ત્યારબાદ કામ પતાવીને તે તેમના ઘરે ઝઘડિયા આવ્યા હતા. ત્યારબાદ બીજે દિવસે સાંજે ચાર વાગ્યે તેઓ ફરી તેમની ઓફિસ વાળી જગ્યાએ ગયા હતા ત્યારે ઓફિસ પર પહોંચતા કન્ટેનર ઓફિસનું તાળુ તૂટેલી હાલતમાં જણાયું હતું. દરવાજો ખોલીને જોતા અંદરથી આખી ઓફિસ બળીને રાખ થઈ ગઈ હતી. કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી ઈસમોએ ધંધાકીય હરીફાઈમાં નેહલભાઈને લાખોનું નુકસાન કર્યુ હોવાનું તેમણે જણાવ્યું હતું. લોખંડ ના કન્ટેનર ઓફિસ અંદરથી સળગાવી દેતા ઓફિસમાં રાખેલા તમામ જરૂરી દસ્તાવેજો તથા ફર્નિચર સહિત ઇલેક્ટ્રીક ના સાધનો બનીને રાખ થઈ જવા પામ્યા હતા. આ બાબતે નેહલભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં એક અરજી આપી આ વિઘ્નસંતોષી એ ધંધાની હરીફાઈમાં આ કૃત્ય કર્યું હોવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.


Share to

You may have missed