November 21, 2024

વિશ્વ પર્યાવરણ દિવસે બોડેલી કોર્ટ કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Share to

વુક્ષારોપણ ના કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામાં આવ્યું



આજ રોજ તા. ૫/૬/૨૦૨૩ ના રોજ વિશ્વ પર્યાવરણ દીવસ ના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમે થી અત્રે વુક્ષારોપણ ના કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામાં આવેલ છે. આ કાયક્રમમાં ઘણા વુક્ષો નુ રોપણ કરવામાં આવેલ છે, આ કાર્યકમ માં શ્રી આશુતોષ રાજ પાઠક. ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. બોડેલી તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, સરકારી વકીલ શ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલિત ચંદ્ર ઝેડ. રોહિત, તથા તમામ હોદ્દેદાર શ્રી ઓ તેમજ સીનીયર/જુનિયર વકીલ મીત્રો તથા પેટા તિજોરી અધિકારી શ્રી, બોડેલી તથા બોડેલી પોલિસ સ્ટેશન ના એ. એસ. આઈ. તથા માર્ગ અને મકાન વિભાગ ના સ્ટાફ તથા વન વિભાગ બોડેલી ના કર્મચારી મિત્રો તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલા હતા. અને સાથે મળી વિશ્વ પર્યાવરણ દીવસ ને ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામાં આવી અને વધુ વુક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. તેમજ વાવ સે ગુજરાત જીવસે ગુજરાત સ્લોગન સાથે અને આ વુક્ષો થી વરસાદ નુ આગમન તેમજ પર્યાવરણ માં ખૂબ પ્રમાણ માં શુધ્ધ હવા મળી રહે તેમજ લોકોના જીવનનુ આયુષ્યવધે તેવા શુભઆશય થી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૧૫ વૃક્ષો નુ રોપવામાં આવેલ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed