November 21, 2024

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મા “નર્મદા વન વિભાગે” કર્યું બુદ્ધિ નું પ્રદર્શન ??

Share to



ઇકરામ મલેક:રાજપીપળા


સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ ને રોકવા ના સંદેશ આપતા કાર્યક્રમ માજ મહેમાનો માટે પ્લાસ્ટિક ની પાણી ની બોટલો મૂકી દેતા વન વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ પર્યાવરણ ને લઈ ને કેટલા ગંભીર છે એ જાહેર મંચ ઉપર દેખાઈ આવ્યું

સમગ્ર સમગ્ર વિશ્વમાં પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વના દેશો પૃથ્વી અને પર્યાવરણની રક્ષા માટે ચિંતન કરે છે ગ્રીનહાઉસ ગ્લોબલ વોર્મિંગ ક્લાઈમેટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓને નિવારવા માટે સહિયારા પ્રયાસો માટે અને વૈશ્વિક સંજોગ માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે આપણા દેશ ભારતમાં પણ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.

પરંતુ આજે નર્મદા વન વિભાગ દ્વારા યોજવામાં આવેલો વિશ્વ પર્યાવરણ દિવસ ફારસ રૂપ પુરવાર થઈ ગયો હતો આ કાર્યક્રમની અંદર મહાનુભવોની ઉપસ્થિતિમાં તેઓના ટેબલ આગળ સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક વખત યુઝ કરીને ફેંકી દેવાય એવી પાણીની બોટલો મૂકીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોય ને સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરવાનું અને એના બદલે રીયુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ કરાય અને પર્યાવરણને બચાવાય તેવા સંદેશાઓનો સમાજ સામે મુકવામાં આવે છે ત્યારે નર્મદા વન વિભાગના ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ ને એટલી પણ ખબર નથી પડતી કે પાણીના બોટલો મૂકી તેઓ પોતાની પ્રદર્શન કરી રહ્યા છે.

ત્યારે અહીંયા નર્મદાનું વન વિભાગ પર્યાવરણને લઈને પર્યાવરણ અને વન સંપદા ને લઈ ને કેટલું ગંભીર છે, એ આ કાર્યક્રમ થી જણાઈ આવ્યું હતું, સરકાર દ્વારા વન અને પર્યાવરણને બચાવવા માટે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેઓને માતબર રકમનો પગાર આપવામાં આવે છે તેઓને રહેવા માટેની તેમજ અવર-જવર માટે જેવી સ્કોર્પિયો જેવી કારો આપવામાં આવે છે, ત્યારે માત્ર કાગળ ઉપર વન અને પર્યાવરણને બચાવતા આવા અધિકારીઓની ના માનસિક સ્તરની પુલ ફૂટી જવા પામી છે.

ત્યારે આ કાર્યક્રમ મા હાજર રહેલા ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા ને પત્રકારો એ આ બાબતે પૂછતા તેમણે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી, અને પ્લાસ્ટિક ની ફાઈલો અને પાણી ની બોટલો નો ઉપયોગ રોકવા વિશે વાત કરી હતી.


Share to

You may have missed