September 6, 2024

ઝઘડીયાના તલોદરા ખાતે મળેલી બેઠકમાં સાંસદે આ બનાવ વહિવટી તંત્રની નિષ્ફળતાના કારણે બન્યો ::સાંસદ મનસુખ વસાવા

Share to

“””ઝઘડીયા જીઆઇડીસીમાં ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ ની ઘટનામાં સામેલ મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરવા સાંસદ મનસુખ વસાવાની માંગ..”””ભરૂચ જીલ્લાની મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી ઝઘડીયા જીઆઇડીસીમાં ગઇકાલે આડેધડ ગોળીબાર,વાહનોમાં તોડફોડની ઘટના બનતા ભરૂચ જીલ્લામાં સનસનાટી મચી જવા પામીહતી, ત્યારબાદ બીજા દિવસે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયાના તલોદરા ખાતેની એક બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યું હતુ કે જીઆઇડીસીમાં બનેલ ઘટના ખુબજ દુ:ખદ છે અને આવી ભયંકર ઘટનાઓ ભવિષ્યમાં ના બને તેનુ સૌએ ધ્યાન રાખવુ પડશે, આ ઘટના વહિવટી તંત્રની નિષ્ફળતાના કારણે બની છે, છેલ્લા બે વર્ષથી મોટા ઉદ્યોગોમાં લેબર સપ્લાય, માટી તેમજ કાચો માલ સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટરોમાં હરીફાઈ ચાલી રહી છે તેની જિલ્લા વહીવટી તંત્રને માહિતી હોવા છતાં કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા તેમજ અમે તંત્રનું ધ્યાન દોરવા છતાં કાળજી લઈ તોફાની તત્વોને ના અટકાવવામાં આવતા આજે આ બનાવ બન્યો છે,આ બનવાથી કંપનીઓમાં આવતા કામદારોમાં ડરી ગયા છે કેટલા કામદારો આજે નોકરીએ પણ આવ્યા નથી, આ ભયંકર ઘટના પાછળ કેટલાક મોટા માથાઓના હાથ છે તોજ ગોળીબાર જેવી ઘટના બને બાકી સામાન્ય માણસ કઇ રીતે રિવોલ્વર ચલાવે? જેથી આ બનાવવામાં સામેલ મોટા માથાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરીફાઈ ચાલે છે તે જગ જાહેર છે અને કેટલાક ઉદ્યોગકારો પણ નિયમોનુ પાલન કરતા નથી ગેરકાયદેસર માટીનુ ખોદકામ,વપરાશ કરી સરકારની તિજોરીને ચુનો ચોપડી રહ્યા છે કેટલાક ઉદ્યોગો દ્વારા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવવામાં આવે છે જે પ્રજાના હિતમાં યોગ્ય નથી તેવા ઉદ્યોગકારોને છોડવામાં નહિ આવે તેમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારોને એક નિવેદનમાં જણાવ્યું હતુ.વધુમાં સાંસદ મનસુખ વસાવા એ જીઆઇડીસી માં બનેલી ફાયરિંગની ઘટનાને વખોડી કાઢી આ બનાવવામાં સામેલ તમામ મોટા માથાઓ સામે કાર્યવાહી કરવા વહીવટી તંત્ર પાસે માંગ કરી હતી અને ફરિવાર આવી ઘટના ના બને એ માટે અમે સરકારનું ધ્યાન દોરીશું તેમ જણાવ્યું હતું..


Share to