જૂનાગઢ ના ભેસાણ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- દ્વારા 19 ગામોના 9 થી 16 વર્ષના 80 જેટલા તરુણોને સંસ્કારનું સિંચન થાય રાષ્ટ્રની ઉન્નતિ માંટે ગ્રીષ્મકાલિન દ્વિદિવસીય બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

Share toજૂનાગઢ ના ભેસાણ તાલુકાના વર્ષ 9 થી 16 વર્ષ સુધીના તરુણો અને બાળકો માટે એક બાલ શિબિરનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભેસાણ દ્વારા શ્રી માધવ શૈક્ષણિક સંકુલ- ભેસાણ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમવાર 80 જેટલા બાળકો અને તરુણો ભેસાણ તાલુકાના 19 જેટલા ગામોમાંથી ભાગ લેવા માટે આવેલા. તારીખ 10 મે અને 11 મે 2023 એમ દ્વિદિવસીય આ બાલ શિબિરમાં જુદા જુદા સત્રો લેવા માટે જુનાગઢ થી વિશેષ તજજ્ઞ આવેલ જેમાં બાળકોનું માનસિક ઘડતર થાય અને શારીરિક ઘડતર થાય તેમજ નાનપણથી જ આ બાળકોમાં શિસ્ત, અનુશાસન અને સંસ્કારનું સિંચન થાય અને સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં તેઓ પણ આગળ જતાં સહભાગી બને તે પ્રકારનું જ્ઞાન તેઓને આપવામાં આવ્યું હતું.આવદ્વિદિવસીય શિબિરમાં આવી બાળકોએ વિવિધ દેશી રમતો દ્વારા ખૂબ જ આનંદ માણ્યો તેમજ સવારમાં અગ્નિહોત્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓ યજ્ઞનું મહત્વ સમજે અને પોતાના ભવ્ય વારસાથી અવગત થાય. આ શિબિરને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહ વિરલ ભેસાણીય, ચિંતન ઊંધાડ તથા માધવ સ્કૂલ ભેસાણના સંચાલક પ્રિતેશ કોઠીયા સહિત શિક્ષક કર્મચારીઓ તથા સંઘના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ મહેશ કથિરીયા


Share to