ઝગડીયા ના દુમાલા વાઘપુરા ગામે ઠેર ઠેર પાણીના લીગેજ થી હજારો લિટર પાણી વેડફાયું….

Share to

ઝગડીયા 01-05-2023ભ્રસ્ટાચાર ની ભેટ ચડતી પાણી ની યોજનાઓ…

વિકાસ ના કામો થતી વખતે લોકો ધ્યાન ના આપતા આખરે પોતેજ હાલાકી ભોગવતાં ગ્રામજનો…

હાલ ઉનાળા ની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં અનેક ગામો માં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે ઝગડીયા ના દુમાલા વાઘપુરા ખાતે ગામમાં સુથાર ફળિયા બજાર સહિત અનેક ફડીયા માં પાણી ની લાઈનો તૂટી જતા તેમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે અને ગ્રામજનો પાણીના વલખા મારી રહ્યા છે

સતત પાણી ના લીકેજ ના કારણે લોકો ભર ઉનાળે પાણી વિના ત્રાસી ગયા છે જોકે આ સમસ્યા પાણી પોહચાડતી પાઇપ ના કારણે સર્જાઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાની વિગત સામે આવી રહી છે હલકી ગુણવતા વાળી પાઇપ અને યોગ્ય માપદંન્ડો ના આધારે પાઇપો નાંખી ન હોઈ તેમ લાગી રહ્યું છે અને નવ નિર્મિત RCC રોડ ને પણ ખોદી નાખતા બીજી તરફ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે…
જો વાત કરવામાં આવે તો દુમાલા વાઘપુરા ગામ અને ઉમલ્લા ગામ એક વેપારી મથક હોવાથી અહીંયા મોટા પાયે રહેણાંક ઘરો,બિલ્ડીંગ, શોપિંગ સેન્ટર આવેલ છે અને અહીં મોટી સઁખ્યા માં લોકો ની વસ્તી પણ છે જેના કારણે પાણીનો રોજબરોજ મોટી માત્રા માં ઉપયોગ થતો હોય છે જેમાં હાલ લગ્ન સીઝન હોવાથી અનેક ઘરો માં શુભ પ્રસંગો પણ હોઈ છે ત્યારે પાણી ની માંગ ઘણી વધી જતી હોઈ છે ત્યારે હાલ દુમાલા વાઘપુરા ગામ માં પાણી ની લાઈનો માં ભંગાણ સર્જાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દુમાલા વાઘપુરા ગામ ખાતે હાલ પાણી ની ત્રણ થી વધુ ટાંકી આવેલ છે અને તે થોડાજ વર્ષો માં નિર્માણ પામી છે જેના મારફતે ગ્રામજનો ના ઘરો બિલ્ડીંગ સુધી અલગ અલગ રીતે પાણી પોહચાડવામાં આવી રહ્યું છે પરંતું આ જે પણ ટાંકી બનાવેલ હોઈ તેની પાણી પોહચાડતી પાઇપો ક્યાંક તો વધુ જૂની સિમેન્ટ ખરાબ થઈ ગયેલ છે તો કેટલીક જગ્યા ઉપર નવી પાઇપ નખાવામા આવી છે પણ તે હલકી ગુણવત્તા અને પાણી પોંહચાડવા માટે નાની અને સક્ષમ ના હોઈ જેથી વિના આયોજન થી કામ કરેલ હોઈ તેથી લોકો ના ઘરો સુધી પાણી પોહ્ચતુંજ નથી અને જ્યાં પાણી પોહચે પણ છે તે માત્ર નામ પૂરતું જ હોઈ છે..

ત્યારે ક્યાંક ને ક્યાંક આ કામ માં મોટા પાયે યોજના નો લાભ ઉઠાવી ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સવાલ એ છે કે જયારે પણ કોઈ ગામ માં પાણી ની કોઈ યોજના થકી આ ટાંકી બનવામાં આવે છે તો શુ પાણી ક્યાં સુધી અને કેટલી ફોર્સ માં લોકો ના ઘર સુધી પોહચે છે કે કેમ તે તપાસ અને તેનું નિરીક્ષણ થાય છે ખરું..? અને જેતે એજન્સી દ્વારા કામ થઈ રહ્યું છે તેઓ દ્વારા વપરાતું મટીરીયલ યોગ્ય માપદંન્ડો ના આધારે અને ISI માર્ક સહિત અને ક્વોલિટી ની તપાસ કરવામાં આવે છે ખરી ? શુ તપાસ અધિકારીઓ આ બાબતે ચોકસાઈ પૂર્વક ખરાઈ કરી અને આવા કામો ને એપ્રુવલ આપે છે ..? તે તો એક તપાસ નો વિષય છે..

ગામના એક રહીશ દ્વારા જણાવાયું કે પાણી અમારા ફળિયા સુધી ફોહચતુંજ નથી અનેક વાર મૌખિક રજુઆત કરવા છતા કોઈ ધ્યાન પર લેતું નથી અમારા ફળિયા માં 300 થી વધુ લોકો રહે છે જેઓ ને સવારે પાણી ના આવતા તેઓ ની મહિલા ઓ ને કામ કરવામાં ખુબ મુશ્કેલી પડે છે. અમારા ફળિયા માં બપોર 12 વાગે પાણી આવે છે અને તે પણ એક કલાક અંધેર વહીવટ ના કારણે અમને પાણી માટે વલખા મારવા પડે છે ::એક ગ્રામજન

અત્રે ઉલ્લેખનીય છે કે ગામો માં સરકારી કામો માટે આવતા રૂપિયા લોકો ના ટેક્સ ના હોઈ છે અને આવી યોજનાઓ થકી તેઓ ની સુવિધા અને વિકાસ ના કામો માટે વાપરવાના હોય છે પરંતુ તેમ ના થતા અધિકારીઓ અને એજન્સી ના મેળાપીપણા થી તે ભ્રષ્ટાચાર ની ભેટ ચડી જતા હોય છે અને જેમાં લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે લોકો પણ આ બાબતે જાગૃત બને અને જે તે સ્થળ ઉપર વિકાસના કામો ચાલતા હોય ત્યારે ત્યાં વપરાતું મટીરીયલ જોઈ અને સરકારી ધારાધોરણ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં તે પણ જોઈ અને જે તે એજન્સીઓને તે બાબતે ધ્યાન દોરી અને પોતાની ફરજ સમજી અને યોગ્ય ધ્યાન આપી કામ કરાવે તે પણ જરૂરી છે.


Share to