September 3, 2024

નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સંબધિત જાગૃતિ અર્થે સગર્ભા- ધાત્રી માતાઓની મીટીંગ યોજાઈ

Share to

પોષણ માહની ઉજવણી- નર્મદા જિલ્લો

સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ મંગળવાર હોય સુપોષણ સંવાદ દિન તરીકે પણ ઉજવણી કરાઈ
—–
રાજપીપલા, મંગળવારઃ- ભારત સરકાર દ્વારા તા. ૦૧થી ૩૦મી સપ્ટેમ્બર-૨૪ સુધી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી જાહેર કરવામાં આવી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે.

રાજ્ય-રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે આ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા નર્મદા જિલ્લો પણ કટિબદ્ધ છે. આજે મંગળવારના રોજ પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સંબધિત જન જાગૃતિના ભાગ રૂપે સગર્ભા- ધાત્રી માતાઓની મીટીંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત દર મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેમાં એનિમિયા નિયંત્રણ, ઝાડા નિયંત્રણ, સ્વચ્છતા, પોષણક્ષમ આહાર, હેન્ડ વોશની પધ્ધતિ જેવા વિષયો ઉપર આઇ.ઇ.સી મટીરીયલના ઉપયોગ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા માતાઓની ગોદ ભરાઈ/સીમંત વિધિ આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવી હતી.


Share to

You may have missed