September 7, 2024
Share to

ગ્રામજનોમાં ભયનો માહોલ,વનવિભાગે દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથધરી



ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણી દીપડાના વસવાટ માટે અભીયારણ બની ગયા છે.દીપડા અવરનવર નજરે પડવા અને પશુઓ અને માનવવસ્તી ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.જેમાં નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે.ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે.એટલે ખેતરમાં ઢોર-ઢાકર માટે તબેલો બનાવ્યો છે.

રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કયૉ હતો.જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો.ઘટનાની સવારના સમયે ખેડુતને થતાં પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી હતી.કેલ્વીકુવા ગામની સીમમાં અવરનવર દીપડા નજરે પડવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



રિપોર્ટર /-વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed