September 3, 2024

* નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ * નદી-નાળામાં ધોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામો સંપર્કવિહોણા બન્યા * બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લોથી અનેક ગામો એલર્ટ કરાયા

Share to

તા.૦૩-૦૯-૨૦૨૪ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના પુવઁપટ્ટી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી ટોકરી,મધુવંતી,અમરાવતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે જનજીવન ઉપર માઠી અસર પહોંચી હતી.અમરાવતી નદી વરસાદી પાણીથી નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામનો પુલ ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાઇ રહી છે.કામલીયા,ચીખલી,કાંટીપાડા,વરખડી જેવા અનેક ગામોના પુલનું ભારે ધોવાણ થયું છે,અને અસનાવી,વાંકોલ,રામકોટ ગામના સ્થાનિક રહીશો સંપર્કવિહોણા બન્યા હતા.ખેતીમાં હાલ શેરડીની રોપણીની કામગીરી ચાલી રહી છે.

નેત્રંગ તાલુકામાં વરસાદી પાણીના કારણે શેરડી,કપાસ,તુવેર અને સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતિ જણાઇ રહી છે.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતાં બલડેવા,બોરખાડી,કંબોડીયા,ઝરણા,ચાસવડ,પાંચસીમ,મૌઝા,કામલીયા અને ચીખલી ગામોને એલર્ટમોડ ઉપર રહેવાની સુચના અપાઇ છે.એકદંરે મૌસમનો ૬૪ ઇંચ વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed