November 30, 2024

આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ

Share to

આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ વિદ્યાર્થીને દૂધધારા ડેરી ભરૂચ સંચાલિત કેટલફીડ પ્લાન્ટ તેમજ દેડિયાપાડા ચીલીંગ સેન્ટર દૂધધારા ડેરીની વિઝીટ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેડિયાપાડા દૂધધારા ડેરીના ચીલીંગ સેન્ટર ઇન્ચાર્જ નિમેષભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને દૂધ મંડળીઓમાં કઈ રીતે દૂધ એકત્રીકરણ કરવામાં આવે છે. દૂધ એકત્રીકરણ બાદ ફેટ અને SNF નાં માપનની રીતો સમજાવવામાં આવી હતી. દૂધમાં પાણીની માત્રા કેટલી છે તેનું માપન લેકટોમીટર દ્વારા જાતે કરી શકાય. દૂધ ઉત્પાદકોને પેમેન્ટની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે. દૂધમાં થયેલી ભેળસેળનો કઈ રીતે ખ્યાલ આવી શકે તેમજ ચીલીંગ સેન્ટરમાં દૂધને જૂદી- જૂદી પદ્ધતિ દ્વારા ગાળીને કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે તેમજ દૂધધારા ડેરી ભરૂચ સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે. અંતે ડેરી ઉદ્યોગમાં રહેલી ભાવી રોજગારીની તકો વિશે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

્યારબાદ વિદ્યાર્થીઓને દૂધધારા ડેરી ભરૂચ સંચાલિત કેટલફીડ પ્લાન્ટની વિઝીટ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કેટલફીડ પ્લાન્ટ દેડિયાપાડાનાં પ્લાન્ટ એન્જિનિયર ચિરાગભાઈ પટેલ દ્વારા સંતુલિત પશુ આહાર બનાવવાની રીતો અંગે માહિતગાર કર્યા હતા. આ પશુ આહાર બનાવવાં મકાઈ,ઘઉં, ડાંગર,જવ, બાજરી વીગેરેનો ઉપયોગ અને તેની માત્રાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. સંતુલિત દાણનું પ્રમાણ પશુઓને પ્રતિ દિવસ તેમની ઉમર અથવા વજન અને દૂધ ઉત્પાદન મુજબ આપવું જોઈએ. સંતુલિત દાણની પશુઓને સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરો વીગેરે બાબતો અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કેટલફીડ પ્લાન્ટનાં દેડિયાપાડાનાં મેનેજર શ્રી સંજયકુમાર દ્વારા પશુ આહાર માટે પ્લાન્ટમાં કાચામાલથી માંડીને ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે. પ્લાન્ટમાં રહેલાં વિવિધ આધુનિક યંત્રો અને ટેકનોલોજી વિશે વૈજ્ઞાનિક ઢબે માહિતી પૂરી પાડવામાં આવી હતી. પશુ આહારનાં ઉત્પાદનમાં આધુનિક મશીનો અને ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ઓટોમેટિક અને આરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવે છે. અંતે તૈયાર થયેલ કેટલફીડનાં પેકિંગ અને વેચાણ સુધીની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.


Share to

You may have missed