September 3, 2024

જિલ્લામાં તા. ૦૨ સપ્ટેમ્બરથી સવારના ૬:૦૦ કલાકથી તા. ૦૩ જી સપ્ટેમ્બર સવારના ૬:૦૦ કલાક સુધી ૪૩૨ મી.મી. વરસાદ નોંધાયો

Share to

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૬૨૨ મિ.મિ.વરસાદ નોંધાયો

જિલ્લામાં મંગળવાર સવારે ૬ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં નોંધાયો ૧૭૭ મિ.મિ. વરસાદ
——-
રાજપીપલા, મંગળવાર :- નર્મદા જિલ્લામાં તા.૦૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૩૫ મિ.મિ. સાગબારા તાલુકામાં ૦૬ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૧૦૦ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૧૧૪ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૧૭૭ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૪૫૪ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૧૩૬૦ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૧૪૨૫ મિ.મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૧૦૨૦ મિ.મિ. નાંદોદ તાલુકો ૧૩૬૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૬૨૨ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૪.૬૪ મીટર, કરજણ ડેમ ૧૧૦.૩૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed