November 26, 2024

પટેલ યુથ ક્લબ અને શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

Share to



પટેલ પ્રીમિયર લીગમાં કુલ આઠ વચ્ચે મેચો યોજાઈ હતી.



ટુર્નામેન્ટની ફાઇનલ પટેલ અને વીએસ ઇલેવન વચ્ચે યોજાઇ હતી.

શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના યુવાનોમાં સંગઠન મજબૂત બને અને સમાજના તમામ યુવાનો વચ્ચે સુમેર ભર્યા સંબંધો અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના રહે તેના માટે પટેલ યુથ ક્લબ અને શ્રી બાર‌ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રચનાત્મક કાર્ય કરવામાં આવે છે. પટેલ યુથ ક્લબ દ્વારા છેલ્લા ચાર વર્ષથી પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલ ૨૦૨૩ ના વર્ષમાં પણ પટેલ પ્રીમિયર લીગ-૪ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં ઝઘડિયા તાલુકાના રાણીપુરા, ગોવાલી અંકલેશ્વર ના જુના દીવા, અંકલેશ્વર, બોરભાઠા અંદાડા ગામની આઠ ટીમને સ્પોન્સર કરી હતી. આઠ ટીમો વચ્ચે કુલ ૩૨ મેચ રમાઈ હતી. રમાયેલી મેચોના પરિણામ બાદ ક્વોલિફાઇડ ટુ માં વીએસ ઇલેવન અને આરઝૂ ઈલેવન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં વીએસ ઇલેવન વિજેતા થઈ ફાઇનલમાં પહોંચી હતી. પટેલ યુથ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ પટેલ ગ્લેડિયર્સ અને વીએસ ઇલેવન વચ્ચે ટક્કર જામી હતી. આ મેચમાં વીએસ ઇલેવન વિજેતા થયા હતા. આ પ્રસંગે ટુર્નામેન્ટના સ્પોન્સર, ટીમ સ્પોન્સર, શ્રી બાર ગામ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ, સેક્રેટરી તથા તેમની વહીવટી ટીમ, ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ ના કન્વીન, ખોડલધામ વિધાર્થી સમિતિ ના સહ કન્વીનર, ઝઘડિયા તથા અંકલેશ્વર તાલુકા પંચાયતના સદસ્યો, સમાજના દરેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને તથા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.


Share to

You may have missed