September 7, 2024

નેત્રંગના ઉમાડાબરા ખાતે ધારાસભ્યની આગેવાનીમાં મન કી બાતનો કાયૅક્રમ યોજાયો

Share to


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩ ઓક્ટોબર ૨૦૧૪ થી દશેરાના અવસર પર મન કી બાત શરૂઆત કરી

તા.૩૦-૦૪-૨૦૨૩ નેત્રંગ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના ૧૦૦ માં એપિસોડને ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા યાદગાર બનાવવા આયોજન કરાયું હતું.જેમાં દેશની પ્રજા,ઉત્સવો,સંસ્કૃતિ,નવી પહેલ,પ્રેરણાદાયક પગલું અને સમાજ અને દેશ માટે કંઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩ ઓક્ટોબર ૨૦૧૪ દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની મન કી બાત કાર્યકમ ખુબ જ લોકચાહના મેળવી રહયો છે.



નેત્રંગ ભાજપ દ્વારા તમામ બુથ સાથે અને શક્તિ કેન્દ્ર સાથે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકાના અતરીયાળ વિસ્તારમાં આવેલા ઉમાડાબરા ગામે મન કી બાતના કાયૅક્રમમાં જોડાયા હતા.જી.પંચાયત-તા.પંચાયતના સભ્યો અને પદાધિકારીઓ-હોદ્દેદાર સહિત કાયઁકરો-નેતાઓ જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed