ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા તેમજ વેલુગામ તરફથી નર્મદા નદીમાંથી મોટા પ્રમાણમાં રેતીની લીઝો આવેલ છે અને તેમાંથી મોટા પાયે ખનન થઈ રહ્યું છે અને જે રેતી વાહન મારફતે ઉમલ્લાના મેઈન બજારમાંથી પસાર થાય છે જેને લઇ ઉમલ્લા બજારના વેપાર ધંધા ભાગી પડ્યા છે જેના કારણે લોકો અને વેપારીઓ સહીત મહિલાઓ રોષે ભરાયા હતા અને તમામ રેતી ના આવતા જતા વાહનો મેઈન બજાર માં રોકી વિરોધ કર્યો હતો.
રેતી ભરેલા હાયવા ટ્રક ઓવરલોડ વાહનોને લઈ ઉમલ્લા મેઇન બજારમાં અવાર નવાર બઝાર ની મધ્ય માંજ બંધ થઈ જતા ટ્રાફિક સર્જાતો રહે છે જેને લઇ વેપારીઓને અને આમ જનતા ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રહ્યા રેતી ના વાહનોને લઈ ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે તો હવે જોવું રહ્યું કે ઉમલ્લાના વેપારીઓના વિરોધ પછી વહીવટી તંત્ર આવા ગેરકાયદેસર ચાલતા વાહનો ઉપર શું પગલાં ભરે છે…