September 4, 2024

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં અત્યંત ભારે વરસાદ ને કારણે  દાજીપુરા ગામ આવેલ ચેક ડેમ પાણી મા તણાઈ જતા ગ્રામજનો માટે સમસ્યા સર્જાવા પામી છે…

Share to

*વાલિયા માં ખાબકેલા 18 ઇંચ વરસાદ થી જનજીવન ને વ્યાપક અસર…* *દાજીપુરા ગામ આવેલ ચેક ડેમ પાણી મા તણાઈ ગયો… ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં અત્યંત ભારે વરસાદ ને કારણે દાજીપુરા ગામ આવેલ ચેક ડેમ પાણી મા તણાઈ જતા ગ્રામજનો માટે સમસ્યા સર્જાવા પામી છે…

*18 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી,..*

રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઈકાલે ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું હતું. કલાકમાં 18 ઈંચ વરસાદ ખબક્તા અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં…… વાલિયા તાલુકાનું દાજીપુરા ગામમાં અમરાવતી નદી પર આવેલ ચેકડેમ અત્યંત ભારે વરસાદના કારણે જમીન દોસ્ત થઈ ગયો જેથી ગ્રામજનો ને જવા આવવા માટે ની મુશ્કેલી સર્જાવા પામી છે..જોકે મેઘ તાંડવ બાદ આજે વરસાદે વિરામ લેતા ગતરોજ બંધ થયેલા કેટલાક રસ્તા પાણી ઉતરી જતા ચાલુ થયા હતા .જેના પગલે જન જીવન રાબેતા મુજબ થવાં લાગ્યું હતું.


Share to

You may have missed