September 4, 2024

ભરૂચમાં સાપ કરડ્યા પછી બાળકને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત

Share to

DNS NEWS :

ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાએ એકબાળકનો ભોગ લઈ લીધો. બાળકને સાપે ડંખ માર્યા પછી તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવ્યો. ત્યારે અંધશ્રધાના કારણે બાળકનો જીવ ગયો છે. ત્યારે હવે આ ભુવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અંધશ્રધ્ધાના કારણે એક બાળકનો જીવ ગયો. સાથે જ સરકારે વિધાનસભામાં પસાર કરેલા બિલને રાજ્યપાલે મંજુરી આપી છે. ત્યારે હવે બિલની કડક અમલવારી થાય માગ કરી છે.’

આપણે ભલે સ્માર્ટફોન વાપરતા થઈ ગયા અને આધુનિક બની ગયા, પણ હજુ પણ સમાજમાં કેટલીક એવી બદીઓ છે કે જેનો ઉકેલ લાવવા માટે સરકાર મથી રહી છે પણ તેનું પરિણામ ક્યારે આવશે એ કંઈ કહેવાય નહીં. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધાને ડામવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે અને આ બિલને રાજ્યપાલે મંજૂરી આપી હતી. ત્યારે હવે ભરૂચથી સરકારના પ્રયાસોથી વિરોધાભાસી એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં અંધશ્રદ્ધાને કારણે એક બાળકનો જીવ ગયો.


Share to

You may have missed