November 21, 2024

ઝઘડીયાના ઉમલ્લા,રાજપારડી સહિત કેટલાક વિસ્તારો મા કમોસમી વરસાદ વરસ્યો..

Share to



૪૦ ડિગ્રીની વચ્ચેની આકરી ગરમીમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો

ઝઘડીયા તાલુકાના રાજપારડી તેમજ ઉમલ્લા સહિત કેટલાક ગામોમા બપોરના સમયે આકરા તાપમાન વચ્ચે વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તુટી પડ્યો હતો.બપોરના સમયે નગરજનો કાળઝાળ ગરમીમાં સેકાઇ રહ્યા હતા તે દરમિયાન આકસ્મિક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા વાદળો છવાયા હતા.

વાદળોની ફૌઝે વિજળીની કડાકા ભડાકા સાથે વરસાદ વરસાવતા શીત લહેર પ્રસરી જવા પામી હતી.જોકે ટુંકાગાળાની ઠંડક બાદ નગરજનોએ ભારે બફારાના સામ્રાજ્યનો સામનો કરવાનો વારો આવ્યો હતો.વરસાદે માર્ગો ભીના કરી નાંખ્યા હતા આકસ્મિક પડેલા વરસાદના પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ અટવાયા હતા આકસ્મિક કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયોછે…


Share to

You may have missed