September 8, 2024

જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં ચાલુ ફરજમાં ડોકટર ઉપર થયેલ હુમલાના આરોપીને સાથે રાખી બનાવ સ્થળનુ રી-કંટ્રકશન કરીને જુનાગઢ પોલીસે ગુન્હા સબંધે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી

Share to

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ અસામાજીક તત્વો તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે સારૂ કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ પાંચલ્યા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન મુજબ ગઇ તારીખ ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં ચાલુ ફરજ ઉપરના ડોકટરો ઉપર હુમલો કરેલ હોય, જે અંગે જુનાગઢ “એ” ડિવી પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતા ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, અને આ ગુન્હાની તપાસ શ્રી બી.બી.કોળી, પોલીસ ઇન્સ. એ ડીવી. પો.સ્ટે. જુનાગઢ નાઓ કરતા હોય, અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે અટક કરવા સુચનાઓ આપેલ હોય, જેથી આ કામના પકડવાના બાકી આરોપી ફીરોજ ઉર્ફે ધોબી યુનુસભાઇ ખત્રી રહે જુનાગઢ મતવાવાક વાળાની અવાર નવાર તપાસ કરતા આરોપી મળી આવેલ ન હોય, અને આજરોજ તારીખ ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ નામદાર કોર્ટમાં હાજર થતા આરોપીનો કબ્જો મેળવી. આરોપીને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ, તેમજ આરોપીને સાથે રાખી બનાવ સ્થળનુ રી-કંટ્રકશન પેચનામું કરવામાં આવેલ. તેમજ આરોપીને ગુન્હા સબંધે પુછપરછ કરી ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ છે.

આરોપી-ફીરોજ ઉર્ફે ધોબી યુનુસભાઈ ખત્રી રહે જુનાગઢ મતવાવાડ
આ કામગીરી “એ” ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી કોળી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed