ઉ
ચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધી નગરના તાબા હેઠળ વર્ષ-૨૦૧૩-૧૪માં નેત્રંગ ખાતે આર્ટસ કોલેજનું નવું બિલ્ડીગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોલેજ ખાતે જવા માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે.જે માર્ગ ઉપર નીચાણ વાળા નાળા ઉપરથી જીવના જોખમે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પસાર થઇ રહ્યો છે.મુખ્ય માર્ગથી કોલેજ સુધીના માર્ગ નહિ હોવાથી આપદાઓ વેઠી રહેલ વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઇ એક આવેદન પત્ર પાઠવ્યું હતું અને સાત દિવસમાં માર્ગ બનાવવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી..
*વિજય વસાવા નેત્રંગ*