Share to

રેતી માફિયાઓ સામે પગલાં લેવા માટે તમારે કોની મંજૂરી લેવી પડશે ?:::મનસુખ વસાવા

ભરૂચ જિલ્લા માં અને વડોદરા જિલ્લા સહિત છેલ્લા કેટલાક સમયથી રેતીના ભારે વાહનોથી અનેક જીવલેણ અકસ્માતો થયા છે જેમાં કેટલાક અકસ્માતોમા જીવ પણ ગયા છે..

વાત કરવામાં આવે તો તાજેતરમાં એક અકસ્માતમાં કરજણ તાલુકાના નારેશ્વર ખાતે એક ગમ્ભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વાહન ચાલકને રેતી ભરેલ હાઇવા ટ્રકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જેને લઇ ભરૂચના સાંસદ અને આખા બોલા એવા મનસુખભાઈ વસાવા દ્વારા તીખી પ્રતિક્રિયા આપતા તેઓના સોશિયલ મીડિયા પેજ ઉપર એક પોસ્ટ અપલોડ કરીને વહીવટી તંત્રને ખરી સંભળાવી કહ્યું હતું કે રેતી માફિયાઓ સામે પગલાં ભરવા છે કે નહીં અને “””રેતી માફિયાઓ સામે પગલાં લેવા માટે તમારે કોની મંજૂરી લેવી પડશે ?”” તેવા સવાલો કર્યા હતા અને જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રેત માફિયા વિરુદ્ધ પગલા નહીં ભરાય તો આવનારા ગુરુવારે નારેશ્વર પાસે ધરણાં ઉપર બેસવાની ચીમકી મનસુખભાઇ વસાવા સોશિયલ મીડિયામાં ઉચ્ચારી છે ત્તયારે હવે જોવું રહ્યું કે સાંસદની ચીમકી બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવે છે કે પછી તંત્ર રેત માફિયાઓને છાવરવાનું કામ કરશે તે તો જોવું રહ્યું

મનસુખ વસાવા : સાંસદ ભરૂચ

Share to