November 21, 2024

માંડવી તાલુકાના અરેઠ ગામે ભર ઊનાળે દર વર્ષે પીવાના પાણી માટે વલખા મારતી જનતા.

Share to



સ્ટોન ક્વોરી ઓના સતત ખનન ને પરિણામે ભૂગર્ભ જળ સ્તર નીચુ ઉતરતા દર ઊનાળે સ્થિતિ બગડતી જઈ રહી છે…….

સમગ્ર ગુજરાત માં ગુજરાત સરકાર દ્વારા નળ થી જળ યોજનાનાં 100 % અમલીકરણનાં સરકારનાં દાવાઓ વચ્ચે, માંડવી તાલુકાના લિમ્ઘા ગામનાં અંદાજિત 50 જેટલા ઘરોની પીવાના પાણીની સમસ્યા બાદ, માંડવી તાલુકાના કીમ-માંડવી રોડ પર આવેલ અરેઠ ગામની પ્રજા છેલ્લા ઘણાં લાંબા સમય થી દર ઊનાળે પીવાની પાણીની સમસ્યાને લઈને હાલાંકીઓ ભોગવતી આવી હોવાની ઘટના સામે આવતા ફરી એક વાર, નળ થી જળ ની પહોંચાડવાના સરકારી દાવાઓની પોલ ખુલી હતી. માંડવી તાલુકાનુ અરેઠ ગામે પીવાના પાણીને લઈને ઘણાં લાંબા સમય થી પીવાના પાણીની સમસ્યાથી પીળાતી આવી છે. અંદાજીત 5000થી વધુ ની વસ્તી ઘરાવતા અરેઠ ગામમાં સરકારી યોજનાઓ થકી ઘરે ઘરે નળ થી જળ પહોંચાડવા માટે સરકારની વિવિઘ યોજનાઓ જેવી વાસ્મો પરિયોજના તેમજ કાકરાપરા જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા નળ થી જળ પહોંચાડવાના તમામ પ્રયાસો બાદ પણ, છેલ્લા ઘણાં લાંબા સમયથી દર ઉનાળે અરેઠ ગામની પ્રજા પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતા હાંલાકી ભોગવતી આવેલ છે.

ત્યારે અરેઠ ગામના મુલાકાત દરમ્યાન “”વાસ્મો પરિયોજના”” હેઠડ ગામના વિવિઘ વિસ્તારોમાં પીવાના પાણી માટે બોર તેમજ ટાંકી ની વ્યવસ્થાઓ તો કરાયેલ છે. પરંતુ, ગામજનોના જણાવ્યાં અનુસાર એમા ક્યારેક જ પાણી જોવા મડે છે. તો બીજી તરફ માંડવી તાલુકામાં કાર્યરત કાકરાપાર જૂથ પાણી પુરવઠા વિભાગ ના અરેઠ ગામથી ત્રણ કિ.મી. પર આવેલ કસાલ સબ સ્ટેશને થી પીવાના પાણીનું સીઘુ જોડાણ હોવા છતા, ગામ પંચાયતના લાપરવાહી ભરેલ વલણોને કારણે, યોજનાનો લાભ નથી મડી રહ્યો.વધુ માં અરેઠ ગામની આસપાસ આવેલ સ્ટોન ક્વોરીઓ દ્વારા થઈ રહેલ સતત ખનનને કારણે અમારા વિસ્તારના કુવાઓના જડસ્તર ખૂબ નીચે ઉતરી ગયા છે. જેને કારણે ઊનાળા મા ગામના મોટેભાગના બોર માં પાણી મળતુ બંઘ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં કસાલ ગામમાં ખાતે આવેલ કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પુરુ પાડવામા આવતુ પાણી એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. જે માટે અગાઉનાં સમયમાં પાણી પુરવઠો વઘારવા માંગ કરવા જઈ રહ્યાં છે.

રિપોર્ટર.. નિકુંજ ચૌધરી માંડવી સુરત.


Share to

You may have missed