September 7, 2024
Share to

દ.ગુજરાતમાંથી ૧૫૦-૨૦૦ હાઇવા-ડમ્પર બોડેલી રેતી ભરવા બેરોકટોક ચાલે છે.



તા.૧૭-૦૪-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ-રાજપીપલા રોડ પર આવેલ મોવી ગામના ટેકરા ફળીયા રહેતા રાકેશભાઈ બોખાભાઈ વસાવા ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે. જેઓને સંતાનમા એક પુત્રી તેમજ બે પુત્રો છે.પોતાના બંને પુત્ર સાથે રૂતિક (ઉ.૮વષઁ) અને રોનક (ઉ.૫ વર્ષ) સાથે ત્રણેય બાપ દિકરા બપોરના ત્રણ કલાક આસપાસ મોવી ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે કામ માટે ગયા હતા.સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓના બે પુત્ર આગળ ચાલી રહ્યા હતા,અને પોતે પાછળ ચાલતા હતા.ત્યારે ગામના પાટીયા પાસે મોટો પુત્ર રૂતિક ઉભો રહી ગયો હતો,અને રોનક રોડ ક્રોસ કરી રહ્યો હતો.

જે દરમ્યાન નેત્રંગ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે બોડેલી રેતી ભરવા હાઈવા-ડમ્પર :- ડીડી ૦૨ જી ૯૮૪૨ ના ચાલકે રોનકને અડફેટે લેતા ડમ્પરનું ખાલી સાઇડનું આગળનુ ટાયર રોનકના માથા પર ફરી વળતા ખોપરીના ભાગના ચુરેચુરા થઈ ગયા હતા.ડાબાપગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા તેનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતું.ગમખ્વાર અકસ્માતના પગલે રાકેશભાઈ વસાવા બુમાબુમ કરતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. હાઈવા ડમ્પર ચાલક અકસ્માત મોત નિપજાવી ડમ્પર લઇ રાજપીપલા તરફ ભાગી રહ્યો હતો.પરંતુ મોવી ત્રણ રસ્તા ઉપર બનાવ અંગેની જાણ થતાં ઘેરાબંધી કરી હાઈવા-ડમ્પરના ચાલકને ઝડપી લઈ નેત્રંગ પોલીસને હવાલે કયૉ હતો.નેત્રંગ પોલીસ ગુનો નોઁધી આગળની તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે,દમણ,વાપી, વલસાડ,સુરત,તાપી જીલ્લાઓમાંથી બોડેલીથી રેતી ભરી રોજના દોડતા ૧૫૦ થી ૨૦૦ હાઈવા-ડમ્પર જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ બેરોકટોક દોડી રહ્યા છે.પરંતુ જવાબદાર અધિકારીઓ માત્ર ચોપડે બતાવી શકાય એટલે કેટલાક હાઈવા-ડમ્પરને ડિટેઇન કરે છે.બાકીના હાઈવા-ડમ્પરો હપ્તા મળી જતાં જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ બેરોકટોક દોડી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed