December 1, 2024

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા મહિલા BLO ની કામગીરી મુક્તિ આપવા માટે મામલતદારને લેખિતમા રાવ…

Share to


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ દ્વારા BLO ની કામગીરી મુક્તિ આપવા માટે નેત્રંગ મામલતદાર અનિલભાઈ વસાવાને લેખિતમા રજુઆત કરવામાં આવી. જેમાં જણાવ્યું હતુ કે નેત્રંગ તાલુકાની બહેનોના B.L.Oની કામગીરીના હુકમ થયેલ છે.જેમાં બહેનોને કામગીરી કરવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોઈ છે.જે બહેનોના હિત માટે B.L.Oની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. અને બહેનોની જગ્યા ભાઈઓના B.L.Oની કામગીરીના હુકમ કરવામાં આવે એવી માંગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી. જે સમયે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના પ્રમુખ, મહામંત્રી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



રિપોર્ટર / – વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed