ઝગડીયા તાલુકામાંથી પસાર થતી કરજણ જળાશય ની અનેક સબ કેનાલ સહિત માઇનોર કેનાલ બંધ હાલત મા.

Share to

અનેક ગામો ના ખેતરો સુધી પાણી પોંહચતું બંધ થઈ ગયું

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા માંથી પસાર થતી કરજણ જળાશય યોજના ની નહેર નર્મદા જિલ્લા માંથી નીકળી અને ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ધારોલી ના ખેડૂતો ના ખેતરો સુધી પાણી પોહચાડતી એક મહત્વ ની ગણાતી યોજના અને નર્મદા જિલ્લા અને ઝગડીયા તાલુકામાં ખેતી ઉપર નિર્ભર રહેતા અને જીવન નિર્વાહ કરતા ખેડૂતો માટે જીવનદાયિની સમાન ગણાતી નહેર છે..જેમાં મેઈન કેનાલ, સબ કેનાલ, અને માઇનોર કેનાલ નો સમાવેશ થાય છે આ નાની સબ કેનલો થકી દૂર દૂર સુધી ખેડૂતો ને ખેતી કરવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે શિયાળો, ઉનાળો,તેમજ ચોમાસા મા પણ વરસાદ ન થતા આ કેનાલ થકી ખેડૂતો ને પાણી પૂરું પાડવામા આવે છે..

ત્યારે આ યોજના ની શરૂઆત મા જે મેઈન કેનાલ થી સબ કેનાલ અને માઇનોર કેનલોનું ઘણી જગ્યા ઉપર જોડાણ આપી નહેરો બનવામાં આવી હતી પરંતુ ઘણા વર્ષો થી અમુક મોટા ભાગ ની માયનોર તેમજ સબ કેનાલ બંધ અને જર્જરિત થઈ જતા અને અમુક વિસ્તારમાં આ નેહરો ઉપર દબાણ પણ થઈ જતા અનેક ગામો ના ખેતરો સુધી પાણી પોંહચતું બંધ થઈ ગયું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે પાણી આવે છે તો કોઈક ખેતરો સુધી તે પાણી પોંહચતું નથી અને ખેડૂતો ને પાણી સમયસર અને પૂરતી માત્રા મા ન મળતા તેઓ એ ટ્યૂબવેલ અથવા અન્ય સ્ત્રોત ની મદદ થકી નિર્ભર રહેવું પડે છે જેમાં ખર્ચ પણ વધુ આવતો હોય છે જેના થી પાણી સમયસર અને પૂરતું ના મળવાથી અનેક ખેડૂતો ની સારી એવી ઉપજ મળી નથી રહી જેના થી ખેડૂતો ને નુકશાની ભોગવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ બાબતે નહેર ખાતું ધ્યાન દોરી આવી જર્જરિત થઈ ગયેલ તથા બંધ થઈ ગયેલ અને પથ્થર નીકળી ગયેલ કેનલોને રીપેર કરી સમારકામ કરવામાં આવે તે જરૂરી છે…


Share to