November 20, 2024

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે એક ટ્રક ચાલકે એક મહિલા ઉપર ટ્રક ચડાવી દેતા મહિલાનું મોત…

Share to

ઉમલ્લા બઝારમાંથી પસાર થતા ઓવરલોડ રેતી લીઝ અને રેતી ના વાહનો ઉપર લગામ લગાવામાં તંત્ર નિષ્ફળ…રાત્રી દરમિયાન પણ ચાલતો રેતી નો કાળો કારોબાર

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે ગતરોજ રાત્રે 8:30 ના અરસામાં સીમા બહેન ઝીણાભાઈ વસાવા ફળિયા મા રહેતા તેઓના સગા ના ત્યાં રોડ ની સાઈડ મા ચાલતા જતા હતા તે સમયે એક ટ્રક ચાલક દ્વારા ગફલત ભરી રીતે ટ્રક ને હંકારી સીમાબેન ઉપર પાછળથી ચડાવી દેતા તેઓ ને ઈજાઓ પોહચી હતી જેના પગલે તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા તેઓ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જનાર ટ્રક નંબર GJ 16 W 1350 ના ચાલકે પોતાનું વાહન હંકારી પાણેથા જાતા રોડ ઉપર વડિયા ખાતે મૂકી ભાગી છૂટ્યો હતો …આ અકસ્માત મા એક આવાસ ને પણ નુકશાન પોંહચતા તેનો પણ કેટલોક ભાગ ધરાસઈ થઈ ગયો હતો સદનસીબે તે સમય દરમિયાન આ ઘરમાં કોઈ ન હતું જેના કારણે અન્ય કોઈ ને જાન હાની થઈ ના હતી..

અત્રે ઉલ્લેખનીય છે કે પાણેથા,ઈન્દોર, વેલુગામ,તરફથી આવતી કેટલીક રેતી ની ગેરકાયદેસર ટ્રકો ઓવરલોડ હોઈ છે અને તે ઉમલ્લા બઝાર અને દુમાલા વાઘપુરા બઝાર ની મધ્યમાંથી પસાર થાય છે વેપારી મથક હોવાના કારણે અહીંયા આજુબાજુ ના ગામો ના લોકો ખરીદી અર્થ આવતા હોઈ છે પરંતુ રેતી ના ટ્રકો ના કારણે લોકો ઉપર અકસ્માત નો ખતરો મંડરાતો હોઈ છે ઘણા કેટલા મહિનાઓથી લીઝ ધારકો દ્વારા રાત દિવસ લીઝો ચાલુ રાખવાથી જે રેતી ભરીને આવતી ઓવરલોડ ટ્રકો રાત દિવસ બેફામ ચાલે છે અને ટ્રક ચાલકો દ્વારા આ વાહનો ને ગફલત ભરી રીતે હંકારતા જીવલેણ અકસ્માતો થતા હોઈ છે..જેમાં કેટલાય લોકોના જીવ પણ ગયા છે અને કેટલાક લોકો ગમ્ભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે ત્યારે ગતરોજ પણ એક મહિલાનો જીવ જતા ઝગડીયા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા સમક્ષ સ્થાનિક લોકો તેમજ મૃતક ના સગા સંબંધીઓ દ્વારા લીઝ ધારકો અને ટ્રક ચાલકો ઉપર તેઓ નો આક્રોશ ઠાલવ્યો હતો ..

અને કહ્યું હતું કે લીઝ ધારકો અને ટ્રક ચાલકો વિરુદ્ધ તંત્ર દ્વારા જો કોઈ કાર્યવાહી નહીં કરવા મા આવે તો ગામમાંથી ટ્રકોને પસાર નહીં કરવા દેવામાં આવે.. અને જો ગામમાંથી ગેરકાયદેસર રેતી ની ટ્રકો પસાર થશે તો ગ્રામજનો દ્વારા તેને અટકાવી ટ્રક ડ્રાઇવર અને ટ્રક ને નુકસાન પોહચાડવામા આવશે અને તેની જવાબદારી જે તે ટ્રક માલિકની અને લીઝ ધારકો ની રહેશે…ધરાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા મૃતક ના પરીવાર ની મુલાકાત લેતા તેઓ દ્વારા આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની અને પીડિત પરિવારને બનતી સંભવ મદદ કરવાની બાંહેધરી આપી હતી..જોકે આ બાબતે ઉમલ્લા પોલીસ દ્વારા અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

રિપોર્ટર /-સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed