ભરૂચ જિલ્લા ના નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ફૂલવાડી ચોકડી ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જાંબુડા ગામની ગૌચર ફળીયામાં રહેતો ધર્મેશ અમરસિંગ વસાવા પોતાના ઘરે ફરક આંકનો જુગારધામ ચલાવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૬ હજાર મળી કુલ ૨૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર કિશન ધર્મેશ અમરસિંગ વસાવા,ધર્મેશ અમરસિંગ વસાવા,વિષ્ણુ વસાવા,કિશન હરીસીંગ વસાવા,ડુંગરસિંગ વસાવા સહીત ૧૦ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
જયારે પોલીસે આવી જ રીતે નાના જાંબુડા ગામની નવી વસાહતમાં રહેતો ચતુર કરશન વસાવાના જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગારી ચતુર વસાવાને ઝડપી પાડ્યો હતો.
આવી જ રીતે તાલુકાના સાકવા ગામના નિશાળ ફળિયામાં રહેતો બુધિયા ઢેળીયા વસાવાના અડાળીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ રોકડા સહીત ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા બુધિયા વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે આ ત્રણેય જુગારના અડ્ડા ચલાવનાર નેત્રંગની દર્શના નગરમાં રહેતો મુખ્ય સુત્રધાર સલમાન અબ્દુલ મલિક પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો