તિલકવાડા ના ઉંચાદ ગામે ભારત વિકાસ યાત્રામાં સ્કૂલના બાંધકામ ને લઈને જાગૃત નાગરિકે ભાજપના નેતાઓ અને અધિકારીઓને તતડાવ્યા : વધુ કઈ બોલે એ પહેલા તંત્ર એ માઈક બંધ કરવાની ફરજ પડી હતી.
ઈકરામ મલેક: રાજપીપલા DNSNEWS
રાજપીપળા : દેશના આકાંક્ષી જિલ્લાઓમાં ભારત વિકાસ યાત્રા ગામેગામ દોડી રહી છે જેમાં નર્મદા જિલ્લો પણ આકાંક્ષી જિલ્લો હોય છેલ્લા દોઢ મહિનાથી નર્મદા જિલ્લામાં પણ પાંચ રથ ગામેગામ ભારત વિકાસ યાત્રા લઇ ને દોડી રહ્યા છે. અને જેમાં નર્મદા જિલ્લામાં પણ અનેક બબાલ થઇ છે. ત્યારે રવિવારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉંચાદ ગામે ભારત વિકાસ યાત્રામાં તિલકવાડા ટીડીઓ અતુલ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય મમતાબેન તડવી, ભાજપના બાલુભાઈ બારીયા સહિત સરપંચ, સર્કલ સહીત અનેક આધિકારીઓ હાજર રહ્યા હતા.
જેમાં ગામના કનુભાઈ ભીલ નામના જાગૃત નાગરિકે સ્ટેજ પર ચઢીને માઈક લઈને જાહેર મંચ પર હાજર ભાજપ ના નેતાઓ અને આધિકારીઓ ને તતડાવ્યા કે આ બધા તાયફાઓ બંધ કરો અને જે વિકાસ ના કામો હોય તે કરો કેટલા વર્ષથી શાળા નવી બનતી નથી અને બાળકો સ્કૂલની બહાર ઓટલા પર બેસે છે આ સ્કૂલ ક્યારે બનશે કહી જાહેર મંચ પરથી બોલતા માહોલ ગરમાઈ ગયો હતો અને ભાજપ ની પોલ ખોલી નાખી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ઉંચાદ ગામે આવેલ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની શાળા છે. જે શાળાનું મકાન જર્જરીત હોય નવું મકાન બનાવવા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે જે બે વર્ષથી કામ ખોરંભે પડતા સ્થાનિક રહીશો અકળાયા હતા. જેમાં આ કનુભાઈ ભીલ નું કહેવું છે કે અમે કેટલીય વાર રજૂઆતો કરી નવી સ્કૂલ બનાવવાની પણ બનતી નથી, જર્જરિત સ્કૂલમાં બાળકો ભણે છે જો કોઈ ઈંટો પતરા પડ્યા અને મોટી દુર્ઘટના થઇ તો કોણ જવાબદાર અને વિકાસની મોટી મોટી વાતો કરે છે. એટલે મોકો આવ્યો તો જાહેરમાં કહેવું પડ્યું તો તંત્રની આંખો ખુલે જોઈએ હવે ક્યારે આ સ્કૂલ બનાવે છે. કહી રોષ ઠાલવ્યો હતો. કનુભાઈ વધુ બોલે એ પહેલ માઈક બંધ કરીદેવામાં આવ્યું.
તિલકવાડા તાલુકામાં 20 જેટલી સ્કૂલો છે કે જેમાં નવી સ્કૂલો બનાવવાની ટેન્ડરીગ પ્રક્રિયા થઇ છે પરંતુ જુના ભાવ પ્રમાણે કોઈ કરવા તૈયાર નથી વારંવાર રિવાઇઝ ટેન્ડર કરવામાં આવે છે એટલે બે વર્ષથી આ કામગીરી અટકી છે. આ કામ SSA મારફત થતી હોય નવા ટેન્ડરિંગ થશે બાદમાં નવા ભાવો થશે ત્યારે કામગીરી થશે. હાલ બાળકો સ્કૂલમાં બેસીને ભણે છે. >>> રાજેશ પરમાર (તાલુકા શિક્ષણાધિકારી, તિલકવાડા)
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી