જૂનાગઢના ભેસાણ તાલુકાના કરિયા ગામે જંગલની બોર્ડર ના ગામડાઓમાં જુનાગઢ મહાપાલિકા દ્વારા રખડતા ભટકતા પકડેલા વાછરડા તેમજ ગાયોને જંગલની બોર્ડર માં છુટા મુકે તે પહેલાં જનતા રેડ કરી

Share to

DNS NEWS જૂનાગઢ -13-12-23

જૂનાગઢના ભેસાણના જંગલના બોડર ઉપર સાત થી 12 ગામો આવેલા છે જેમાં જંગલની બોર્ડર એકદમ નજીક કરિયા સામતપરા દુધાળા પછવાડા ગામ આવેલા છે જેમાં સિંહ દીપડાઓનો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય આ ગામના મોટાભાગના ખેડૂતો ખેતી કરી આજીવિકા રળતા હોય જેમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ભટકતા ઢોરને પકડવાની ઝુંબેશ ચાલી રહી હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગાયો તેમજ વાછરડાઓને ટેગ એટલે કે કોઈ નિશાની વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ભરી ગૌશાળામાં મૂકીને નિભાવ કરવાની પાલિકાના જવાબદાર અધિકારની હોય છે આ બાબતની પોલીસ પણ તપાસ કરી રહી હતી પરંતુ આ ગાય વાછરડાઓને જંગલના બોર્ડરના ગામડાઓમાં છુટા મુકવામાં આવે તે

પહેલા ત્રણ ગામના સરપંચ સહિત 60 જેટલા લોકોએ જનતા રેડ કરી અને નગરપાલિકાના ટ્રેક્ટર ટોલીમાં જે ગાય વાછરડા હતા તેને પકડી પાડી ભેસાણ પોલીસ સ્ટેશનને લઈ જવાયા ગામના ખેડૂતો તેમ જ રહિશોદ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ખાતાને પણ લેખિતમાં જાણ કરવામાં આવેલી હતી ગામ લોકોના જણાવ્યા પ્રમાણે રોજ ગાય વાછરડાના સિંહો મારણ કરે છે એટલે અમારા જે ગામડાઓ છે એમાં વધારે સિંહો અને દીપડાનો વસવાટ થઈ ગયેલો છે તો રાત્રે દિવસે ખેતી કામ કેવી રીતે કરવું અને અમારા મહિલાઓ બાળકો ગામમાં ધોરા દિવસે નીકળતા પણ ડરે છે અને અવારનવાર સિહોના હુમલા થઈ ચૂક્યા છે તો હવે ખેતી કરવી પણ મુશ્કેલ થઈ છે અને ઘર બહર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે અને જીવનું જોખમ તોડાઈ રહ્યું છે ગામ લોકો આક્ષેપ કરી રહ્યા અગાવ પણ બેવખત ગાય વાછરડાને ખુલ્લામાં છોડી મૂકવામાં આવ્યા હતા છે જવાબદારો પાસે મહાનગરપાલિકા નું લેટર હોય તેમાં ના તો કોઈ ગૌશાળામાં મુકવાની પરમિશન છે ના તો છુટા મુકવાની પરમિશન છે આજુબાજુના ગામડાના સરપંચોને બોલાવ્યા તો એ પણ એવું માની રહ્યા છે કે અમારા ગૌશાળામાં માટે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો નથી હાલ અત્યારે સિંહ દીપડાએ આંતકાવ્યો છે રોજના બે થી ત્રણ ગાય અને વાછરડાના મારણ કરે છે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed