ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 6 ગામો માં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ બિરલા કોપર અને પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી ના પ્રચાર પ્રસાર માટે રાત્રિ ભવાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યાં ..

Share to

પેલા ના જમાના માં લોકો ના મનોરંજન માટે ભવાઈ ના કાર્યક્રમો યોજતા હતા , ગામડા માં આજે પણ લોકો ભવાઈ જોવા એકઠા થાય છે, સમાજ માં સંદેશો આપવા નું સારુ માધ્યમ છે જે જોતા હિન્ડાલ્કો કંપની, બિરલા કોપર દહેજ ના સામાજીક ઉત્તર દાયત્વ અંતર્ગત પોચા ભાઈ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના 6 ગામો માં 100 ખેડુતો સાથે સજીવ ખેતી ના

પ્રચાર પ્રસાર માટે કામ કરવા માં આવી રહ્યું છે, જેમાં ખેડુતો ને સજીવ ખાતર, દવા બનાવવા ની ટ્રેનીંગ આપવા માં આવે છે, એક્સપોઝર , સજીવ ખાતર, લિકવિડ બેક્ટેરિયા વગેરે આપી ખેડુતો સજીવ ખેતી તરફ વળે તેવા પ્રયત્ન કરવા માં આવી રહ્યા છે, ખેડુતો ના ખુબ સહયોગ થી પ્રથમ વર્ષે જ ખુબ સારી સફળતા મળી રહી છે, જેને જોતા ગામો માં વધારે ખેડુતો આ કાર્ય માં જોડાય , જમીન સુધારણા , દવા રાસાયણિક ખાતરો નો ઓછો ઉપયોગ કરે એ હેતુ થી આ છ ગામો માં રાત્રિ ભવાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો

#DNSNEWS


Share to