November 20, 2024

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે DYSP ની અધ્યક્ષતામાં લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો..

Share to

ઉમલ્લા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે રેતી ભરેલા વાહનો પર અંકુશ લગાવવા ડીવાયએસપી ચિરાગદેસાઈ ને રજુઆત કરી…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે ડીવાયએસપી ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતામાં લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો આ લોક દરબારમાં નાયબ પોલીસવડા ચિરાગ દેસાઈ તેમજ ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઇ બી. આર.પટેલે લોક દરબારમાં હાજર લોકોની રજૂઆત સાંભળી હતી જેમાં ઉમલ્લા તેમજ દુ.વાઘપુરા ગામના સરપંચ તેમજ આજુબાજુ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ લોક દરબારમાં ઉમલ્લા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે રેતી ભરેલા વાહનો પર અંકુશ લગાવવા તેમજ બાયપાસ રસ્તો આપવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમા ઉમલ્લા મેન બજારમાંથી પસાર થતાં રેતી ભરેલા વાહનોનું મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ ઉપસ્થિત વેપારી મંડળના પ્રમુખ તેમજ અન્ય આગેવાનો એ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા નાયબ પોલીસવળા ને રજૂઆત કરી હતી નાયબ પોલીસવડા એ આગેવાનો ની રજૂઆત સાંભળી પોલીસ પ્રશાસન દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી…

અત્રે ઉલ્લેખનીય છે કે રેતીના વાહન ના સંદર્ભ મા પોલીસ તેઓ ના હદ વિસ્તાર મા ટ્રાફિક અને અન્ય ગુના સંબંધિત કાર્યવાહી તો કરેજ છે તેમાં કોઈ બે મત નથી પરંતુ રેતી વહન કરતા વાહનો ઉપર લાગતા વળગતા ખાણ ખનીજ વિભાગ ને આ બાબત જોવાની રહેતી હોઈ છે અને યોગ્ય કાર્યવાહી કરવાની હોઈ છે ત્યારે આ બાબતે પણ નાગરિકો પોલીસ પ્રશાસન ઉપર દોષ નો ટોપલો ધોળી દેતા તે યોગ્ય ના કહેવાય અને લાગતા વળગતા વિભાગ ને આ બાબતે ઠોસ રજુઆત કરે તે ઇચ્છનીય છે…


Share to

You may have missed