November 21, 2024

અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત–ઝઘડિયાના પાણેથા નજીક ટ્રકની અડફેટે બાઇક ચાલક ઘવાયો..

Share to

અકસ્માત બાદ કોઇ ફરિયાદ નંધાય છે કે પછી “”ઘી ના ઠામમાં ઘી પડ્યુ રહે છે”” !

સવાલ એ કે “”આંદોલનો થાય કે પછી અકસ્માત”” …ફરિયાદ કરતા લોકો જ મિનિટો માંજ ચૂપ થઈ જતા હોવાની લોકચર્ચા…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા નજીક આજે એક ટ્રક ચાલકે એક મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા આ યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જાણવા મળ્યા મુજબ આ યુવકને ઉમલ્લા ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. જોકે આ ઘટના બાબતે આ લખાય છે ત્યાં સુધી કોઇ ફરિયાદ હજુ લખાઇ નથી. વધુમાં જાણવા મળ્યા મુજબ આ ટ્રક પર કોઇ નંબર પ્લેટ પણ જોવા મળી ન હતી. ત્યારે અહિં સવાલ ઉભો થાય છે કે આ પંથકમાં કેટલા વાહનો નંબર પ્લેટ વિના દોડતા હશે ? ઉલ્લેખનીય છે કે આ પંથકમાં નિયમોનો ભંગ કરીને દોડતા રેતીવાહક વાહનોનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા હોઇ આ પંથકની જનતા ચિંતિત બની છે. થોડા સમય પહેલા ઓવરલોડ અને બેફામ દોડતા રેતીવાહક વાહનોને લઇને પાણેથા ગ્રામ પંચાયતના સરપંચે પોલીસ સહિત અન્ય સંબંધિત અધિકારીઓને લેખિતમાં રજુઆત પણ કરી હતી.

આ વાહનો પૈકી ઘણા વાહનો ઓવરલોડ જથ્થો ભરીને તેમજ પુરઝડપે દોડતા હોવાની લોક ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે.લોકો પોલીસ ઉપર આક્ષેપ કરતી હોઈ છે પરંતુ પોલીસ નું કામ પણ માર્યાદિત હોઈ છે જેઓ ને ટ્રાફિક સહિત અન્ય કામો કરવાના હોઈ છે અને તે બાબતે ઉમલ્લા પોલીસ દ્વારા પણ કેટલીક ટ્રકો ઉપર કાર્યવાહી કરી પણ ખરી તો સવાલ એ છે કે સમગ્ર દોષ નો ટોપલો પોલીસ ઉપર ઠોપતા લોકો આ બાબતે લાગતા વળગતા ખાનખનીજ વિભાગ ને કાર્યવાહી કરવાની જવાબદારી હોઈ છે તો કેમ ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી? તે એક મોટો પ્રશ્ન છે..ત્યારે છાસવારે સર્જાતા નાનામોટા અકસ્માતો બાબતે કોને જવાબદાર ગણીશું. આ સંદર્ભે એક જાગૃત નાગરીકે હૈયાવરાળ ઠાલવી હતીકે કોઇ કશું સાંભળતું નથી. લોકોની જીંદગીની કોઇ કિંમત હોય એમ લાગતું નથી ! ત્યારે આ અકસ્માત બાદ કોઇ ફરિયાદ નંધાય છેકે પછી ઘીના ઠામમાં ઘી પડ્યુ રહે છે ! એ સવાલ પોતેજ ખુદ એક સવાલ બનીને ઉભો થયો છે ! ખરેખર અકસ્માત નાનો હોય કે મોટો, પણ છેતો એક દુર્ઘટના જ ! ત્યારે જનતાએ જાગૃત બનીને ફરિયાદ લખાવવા આગળ આવવું જ જોઇએ,પરંતુ તેમ ના થતા લોકો ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે તો ક્યાંક સેટિંગ. કોમ થઈ રહ્યું હોઈ તેમ આવી બાબતો પણ આજના સમયનું એક કડવું સત્ય છે.


Share to

You may have missed