ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભારતીય સંવિધાનના રચયિતા ડૉ. ભીમરાવસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ “જય ભીમ”ના નારા સાથે ઊજવાય.

Share to
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે જાગૃત સામાજિક આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ડીજે ના તાલે બાઈક રેલી યોજી ખૂબ જ ધામધૂમથી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન સામાજિક આગેવાન ધર્મેશભાઈ વસાવાના જીએમડીસી રોડ પર આવેલ ઘરેથી કરવામાં આવ્યું હતું અને રાજપારડી ચોકડી ખાતે આ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ બાઈક રેલીનું સમાપન થયું હતું અને સાથે સાથે આજના આ ડૉ ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ ના દિવસે જ સામાજિક આગેવાન ભદ્રેશભાઈ વસાવા ના પુત્રનો પણ જન્મદિવસ હોય જેના ભાગરૂપે ભદ્રેશભાઈ વસાવા દ્વારા જાગૃત યુવાનોને ભારતીય બંધારણના પુસ્તકો વિતરણ કરવામાં આવ્યાં હતાં.

જેથી આજના નવયુવાનો બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત બને સાથે સાથે અન્ય નવયુવાનોને પણ બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત કરે, વધુમાં કે આ ઉજવવામાં આવેલ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ પ્રસંગે તમામ ઉપસ્થિત યુવાનો અને વડીલો માટે ભોજન નું આયોજન પણ કરવામાં આવેલ હતું.


Share to