ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
છેલ્લા પાંચ-છ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી મંદીર બનાવવા માટે તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાની રજુઆત મળેલ તથા આ બાબતે દહેજ પો.સ્ટે. દહેજ પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૧૦૪૦૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૧૭, ૪૧૯, ૧૭૦, ૫૧૧ મુજબનો ગુનો તા.૩૦/૦૪/૨૦૨૧ ના રોજ રજીસ્ટર થયેલ હોય જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ આ ગુનામાં પરીણામલક્ષી તપાસ કરી ગુનો શોધી કાઢવા સુચના આપેલ
જે અનુંસંધાને પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓની માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીનું પગેરૂ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલંન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા દરમ્યાન ટેક્નિકલ સર્વેલંન્સના ઉંડાણપુર્વકના અભ્યાસ દરમ્યાન તપાસમાં જોડાયેલ ટીમને બાતમી મળેલ કે દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ-નર્મદા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી ફોન કરનાર વ્યક્તિ અમદાવાદનો છે હાલમાં પણ તેની હાજરી અમદાવાદ ખાતે છે. જે મુજબની હકિકત આધારે ઉપરી અધિકારીની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડી એલ.સી.બી.કચરી ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ દરમ્યાન પકડાયેલ આરોપી ભાંગી પડેલ અને ઉપરોક્ત ગુનાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
રીતેષ ઉર્ફે સર્કિટ ચંદ્રકાંન્તભાઇ જોષી રહેવાસી-મકાન નં-૪૧ પુષ્પાકુંજ સોસાયટી ઉત્તમનગર પાસે નીકોલ ગામ રોડ અમદાવાદ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) વીવો કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂપીયા –૫,૦૦૦/-
(૨) સેમસંગ કંપનીનો કીપેડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂપીયા –૫૦૦/-
(૩) વોડાફોન કંપનીના સીમકાર્ડ નંગ-૦૭ કિંમત રૂપીયા – ૦૦/-
કુલ મુદ્દામાલ કિઁમત રૂપિયા ૫૫૦૦/-
આરોપીની M/O
આ કામે પકડાયેલ આરોપી પોતાના સંબંધીઓના ઘરે જાય તે વખતે સરપંચો તથા નાના મોટા રાજકીય નેતાઓના નામ જાણી શહેરમાં જાહેરાત માટે લગાવેલ બીલ્ડરની સાઇટના બોર્ડમાંથી બીલ્ડરના નંબરો મેળવી તથા અલગ અલગ કંપનીઓના નામ તથા HR મેનેજરની વિગતો ગુગલ મારફતે મેળવી બીલ્ડર તથા કંપનીઓમાં મંદીરો બનાવવા તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો ફોન કરી રૂપીયા આવ્યેથી સીમકાર્ડ બદલી ભાગી જવાની ટેવવાળો છે.
આરોપીનો ગુનાહીત ઇતીહાસ
(૧) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૨૦ માં દમણ પો.સ્ટે.માં દમણના સાંસદશ્રી લાલુભાઇ પટેલ તથા નાની દમણના સરપંચ દીનુભાઇ પટેલના નામનો ઉપયોગ કરી અલગ અલગ કંપનીઓમાં ફોન કરી પૈસાની માંગણી કરેલ જેમાં પોતાને અઢી લાખ મેળવેલ હતા. જે બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે.
(૨) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૮ માં અમદાવાદ શહેરના સેટેલાઇટ પો.સ્ટે.માં બોડકદેવના સરપંચ હીતેષભાઇ બારોટના નામનો ઉપયોગ કરી અલગ અલગ સોસાયટીઓમાં ફોન કરી મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરેલ જે બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે.
આરોપીએ કરેલ કબુલાત
(૧) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૭ માં અમદાવાદ શહેરમાં નારોલમાં એક એસ્ટેટ માંથી મંદીર બનાવવાના બહાને પૈસાની માંગણી કરી ૩૫,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૨) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૭ માં અમદાવાદ નજીક ચાંગોદર GIDC માં આવેલ એક ફેકટરીમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને પૈસાની માંગણી કરી ૧૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૩) આ કામે પકડાયેલ આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં આનંદનગર સોસાયટીમાં મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ફાળો ઉઘરાવેલ હતો જેમાં પોતાને ૫૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૪) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૮ માં સુરત કડોદરા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને પૈસાની માંગણી કરી ૩૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૫) આ કામે પકડાયેલ આરોપી સને ૨૦૧૮ માં અમદાવાદ શહેરમાં સેટેલાઇટના બીલ્ડર બેન્કમાર્ક ઇન્ફ્રાસ્ટક્ચર પ્રા.લી. માંથી મંદીર બનાવવાના બહાને પૈસાની માંગણી કરી ૧૫,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૬) આ કામે પકડાયેલ આરોપી અગાઉ અમદાવાદ શહેર માં સને ૨૦૧૯ માં શીલજના સરપંચના નામનો ઉપયોગ કરી હીન્દ એલ્યુમિનીયમ કંપનીમાં ફોન કરી પૈસાની માંગણી કરેલ જેમાં પોતાને ૨૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૭) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૯ માં ધોળકામાં આવેલ એક ફેકટરીમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને પૈસાની માંગણી કરી ૩૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૮) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૯ માં ગાંધીનગર નજીક અડાલજની એક સોસાયટીમાંથી મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ફાળો ઉઘરાવેલ હતો જેમાં પોતાને ૧૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૯) આ કામે પકડાયેલ આરોપી અગાઉ સને ૨૦૧૯ માં ગાંધીનગર એક બીલ્ડર પાસેથી મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ફાળો ઉઘરાવેલ હતો જેમાં પોતાને ૨૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૧૦) આ કામે પકડાયેલ આરોપી ગત વર્ષે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં બાપુનગર ખાતે એક સોસાયટીમાં મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ફાળો ઉઘરાવેલ હતો જેમાં પોતાને ૧૧,૦૦૦/- મળેલાની કબુલાત આપેલ છે.
(૧૧)આ કામે પકડાયેલ આરોપી ચાલુ વર્ષે સુરત કડોદરા વિસ્તારના કરંજ ગામના સરપંચ કાળુભાઇ પટેલના નામનો ઉપયોગ કરી રૂબી ટેક્ષટાઇલ કંપનીમાંથી મંદીર બનાવવાના બહાને ફોન કરી પૈસાની માંગણી કરેલ જેમાં પોતાને પાંચ હજાર મળેલાની કબુલાત આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલા પો.સ.ઈ.એ.એસ.ચૌહાણ , અ.હે.કો. અજયભાઇ રાઠવા, જયેન્દ્રભાઇ ,સંજયદાન, અશોકભાઇ, હીતેષભાઇ, પો.કો.શ્રીપાલસિંહ, વિશાલભાઇ વેગડ, મયુરભાઇ, નરેશભાઇ તમામ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,