October 17, 2024

નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

Share to

નેત્રંગ. તા.૨૩-૦૭-૨૪.

રાજય ભરમા છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા નામનો વાયરસ રોગ પોતાનો વિકરાળ પંજો રાજય ભરમા ફેલાવી રહ્યો છે. તેવા સંજોગોમા નેત્રંગ તાલુકા ધાંણીખુટ ગામે પણ ચાંદીપુરા રોગનો એક શંકાસ્પદ
કેસ જણાતા જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમા આવી ગયુ છે.

નેત્રંગ તાલુકામા ચાંદીપુરા વાયરસ તેમજ પાણીજન્ય રોગો જેવાકે મેલેરીયા,ડેન્ગ્યુ,ચિકનગુનીયા વિગેરે રોગ ચાળો નેત્રંગ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પોતાનો વિકરાળ જીવલેણ પંજો ફેલાવે તે પહેલા નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ.એન.સીંગની સીધી દેખરેખ હેઠળ નગર સહિત તાલુકામા આવેલ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,મોરીયાણા,બિલોઠી,ચાસવડ,થવા,કોચબાર ના કાયઁ વિસ્તારમા તા.૨૨મી ના રોજ થી સવેઁ ની કામગીરી ની સાથે સાથે દવા છંટકાવ કામગીરી ચાલી રહી છે.

તેવા સંજોગોમા નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ તાલુકાના ધાંણીખુટ ગામે એક સડા ચાર વર્ષ ની ઉંમર ધરાવતા બિમાર બાળકમા ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ લક્ષણો દેખાદેતા તેને વધુ સારવાર માટે વડોદરા ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામા આવ્યો છે.
ધાંણીખુટ ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ને લઇ આજે નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ એન સીંગ પોતાની સાથે આરોગ્ય વિભાગ ની ૧૫ ટીમો ધાંણીખુટ ગામે ઉતારી તાત્કાલિક સવેંની કામગીરી હાથ ધરી હતી જેમા ૧૦૮ કાચા મકાનોમા તેમજ ૫૨ જેટલા પાકા મકાનોમા અને આંગણવાડી પ્રાથમિક શાળામા દવાનો છંટકાવ તેમજ પાવડરનો છંટકાવ કરવામા આવ્યો હતો.ધરે ધરે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ કરતા અન્ય કોઈ કેસ ચાંદીપુરા વાયરસનો દેખાયો નથી.

ભરૂચ જીલ્લા નેત્રંગ તાલુકામા ચાંદીપુરા વાયરસ નો શંકાસ્પદ કેસ ધાંણીખુટ ગામે નિકળતા જીલ્લા આરોગ્ય અધિકારી દુલેરા, ઝધડીયા પ્રાત અધિકારી ગામીત,નેત્રંગ મામલતદાર રિતેશ કોકણી,ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિત અન્ય પદાધિકારીઓ ધાંણીખુટ ગામે મુલાકાત કરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed